તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:નવા 29 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંકડો 984, વધુ એકનું મોત અને 7 રિકવર થયા

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સુરત જિલ્લામાં રિકવરીનો રેટ 57 ટકા સુધી પહોંચ્યો, રિકવરનો આંક 560, 24 દર્દીઓની હાલત ગંભીર
 • હિરાબાગ નજીક શ્રમિકો ફરી રસ્તા પર ઉતર્યા, પોલીસની સમજાવટથી મામલો થાળે પડ્યો

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, નવા 29 કેસ નોંધાતા શહેર-જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 984 પર પહોંચ્યો છે. આ સાથે નવા 7 દર્દી ડિસ્ચાર્જ થતા શહેર જિલ્લામાંથી અત્યાર સુધીમાં કુલ 560 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ગયા છે. જ્યારે આજે વધુ એક મોત થતા મૃત્યુઆંક 40 પર પહોંચ્યો છે. સિવિલ હોસ્પિટલમાં હાલ 228 કોરોના પોઝિટિવ દર્દીઓ દાખલ છે. જેમાંથી 2 દર્દીઓ વેન્ટીલેટર પર, 8 દર્દી બાઈપેપ પર તેમજ 14 દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે.

સુરતમાં નવા નોંધાયેલા પોઝિટિવ કેસના એડ્રેસ, નામ સાથેની યાદી

વધુ એકનું મોત

ભટાર રોડ પર આવેલા ડીકે પાર્કમાં રહેતા 53 વર્ષીય વિષ્ણુ પ્રસાદ પટેલ ગત 6 મેએ શ્વાસ સહિતની તકલીફ થતાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સારવાર દરમિયાન આજે સવારે તેમનું કરૂણ મોત નિપજયું હતું. જોકે, વિષ્ણુભાઈ ડાયાબિટીસ અને શ્વાસની તકલીફ અને વિટામીન બી 12ની ઉણપ હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.

સતત બીજા દિવસે સુરત જિલ્લાના ગામમાં એક પણ કેસ નહીં

સુરત જિલ્લાના ગામોમાં પોઝિટિવ કેસનો આંક 57 પર પહોંચ્યો છે. છેલ્લા બે દિવસથી એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે જિલ્લાના ગામમાંથી 25 જેટલા દર્દી પણ રિકવર થઈ ગયા છે.

હિરાબાગ રોડ પર આવેલા ધરતીનગરમાં શ્રમિકો રસ્તા પર ઉતર્યા

કોરોના વાઈરસથી ચાલતા ત્રીજા તબક્કાના લોકડાઉનમાં શ્રમિકોની ધીરજનો અંત આવી ચુક્યો છે. હિરાબાગ રોડ પર આવેલા ધરતીનગરમાં શ્રમિકો આજે ફરી રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. પરપ્રાંતિય શ્રમિકોએ વતન જવાની માંગ કરવાની સાથે સાથે ભોજન ન મળતું હોવાની ફરિયાદ કરી હતી. જેથી ઘટના સ્થળે પહોંચેલા પોલીસ કાફલાએ સમજાવટથી કામ લઈને આશ્વાસન આપતાં મામલો થાળે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો