તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:વધુ 36 કેસ સાથે પોઝિટિવની સંખ્યા વધીને 52,897 થઈ, મૃત્યુઆંક 1137 પર સ્થિર, ડિસ્ચાર્જની સંખ્યા વધીને 51,473 પર પહોંચી

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરત કોવિડ કેર સેન્ટરની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સુરત કોવિડ કેર સેન્ટરની ફાઈલ તસવીર.
  • ટેક્ષટાઈલ વેપારી, બેંક અધિકારી, ડોક્ટર સહિત અનેક સંક્રમીત

કોરોના સંક્રમણ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 36 કેસ સાથે પોઝિટિવની સંખ્યા વધીને 52,897 થઈ છે. મૃત્યુઆંક ઘણા દિવસોથી 1137 પર સ્થિર રહેવા પામ્યો છે. આજે શહેરમાંથી 40 અને જિલ્લામાંથી 2 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જની કુલ સંખ્યા વધીને 51, 473 થઈ છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 287 એક્ટિવ કેસ છે.

વિદ્યાર્થી, જ્વેલરી શોપ કર્મચારી સહિતના સંક્રમીત શહેરમાં ગુરુવારે ટેક્ષટાઈલ વેપારી, બેંક અધિકારી, ડોક્ટર સહિત અનેક સંક્રમીત થયા છે. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં ટેક્ષટાઈલ વેપારી, જ્વેલરી શોપ કર્મચારી, વેપારી, વેસ્ટ ઝોનમાં વેપારી, દલાલ, રિલાયન્સ કર્મચારી, વિદ્યાર્થી, બેંક અધિકારી, ઈસ્ટ ઝોનમાં સ્મીમેરના ડોક્ટર, ટેક્ષટાઈલ વેપારી, સેન્ટ્રલ ઝોનમાં રત્નકલાકાર, બ્રોકર અને નોર્થ ઝોનમાં વિદ્યાર્થીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

શહેર જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 287
શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં સતત થયેલા ઘટાડા બાદ છેલ્લા બે દિવસથી ફરીથી વધારો થયો છે. સતત કેસમાં ઘટાડા બાદ બે દિવસથી ફરીથી કેસમાં વધારો થતા અને ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતા એક્ટિવ કેસમાં ફરીથી વધારો થઈ રહ્યો છે. શહેર જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 287 થઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો