કોરોના સુરત LIVE:નવા 184 પોઝિટિવ કેસ નોંધાતા આંક 39 હજારને પાર કરી 39103, વધુ એકનું મોત અને 209 રિકવર થયા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કાપડના વેપારી, લુમ્સના કારખાનેદાર, સિવિલના તબીબ સહિત અનેક સંક્રમિત

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, નવા 184 પોઝિટિવ કેસ નોંધાતા સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 39 હજારને પાર કરી 39103 થયો છે. વધુ એકનું મોત થતા શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆં 1022 થયો છે. આજે શહેરમાંથી 158 અને જિલ્લામાંથી 51 મળી 209 પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા અપાઇ છે.અત્યાર સુધીમાં 36664 પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

સિટીમાં કુલ 28510 અને જિલ્લામાં 10593 કેસ
સુરત શહેરમાં કુલ 28510 પોઝિટિવ કેસમાં 743ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 10593 કેસ પૈકી 279ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 39103 કેસમાં 1022ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 26821 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લાાં કુલ 9843 દર્દી સાજા થયા છે.

સાઉથ ઝોનમાં વિદ્યાર્થી તેમજ ભંગારના વેપારીનો રિપોર્ટ પોઝિટિવ
શહેરમાં કાપડના વેપારી, લુમ્સના કારખાનેદાર, સિવિલ હોસ્પિટલના તબીબ સહિત અનેક કોરોનામાં સપડાયા છે. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં લુમ્સના કારખાનેદાર, ટેક્સટાઇલ વર્કર, કાપડના 2 વેપારી, ઈંટના વેપારી, નવી સિવિલના 2 તબીબ, સ્મીમેરના ફીમેલ હેલ્થ વર્કર, વેસ્ટ ઝોનમાં પ્રિન્ટીંગ પ્રેસ સંચાલક, યુનિયન બેંકના મેનેજર, ઈસ્ટ ઝોનમાં સ્મીમેરની નર્સ, કતારગામ ઝોનમાં એમ્બ્રોઈડરી વર્કર, પાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટર, સાઉથ ઝોનમાં વિદ્યાર્થી તેમજ ભંગારના વેપારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.