તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:પોઝિટિવ કેસનો આંક 52815 પર પહોંચ્યો, મૃત્યુઆંક 1137 અને કુલ 51407 રિકવર થયા

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • સાજા થનારા દર્દીઓની સંખ્યા ઓછી રહેતા એક્ટિવ કેસમાં ફરીથી વધારો

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 52815 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક છેલ્લા 15 દિવસથી 1137 પર સ્થિર છે. ગત રોજ શહેરમાંથી 19 અને જિલ્લામાંથી 5 દર્દીઓ મળી 24 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ જતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 51407 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

સીએ, ડે.મામલતદાર, પાલિકા કર્મચારી સહિત અનેક સંક્રમીત
બુધવારે શહેરમાં સીએ, ડે.મામલતદાર, પાલિકા કર્મચારી સહિત અનેક સંક્રમીત થયા છે. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં સીએ, ડે.મામલતદાર, સોફ્ટવેર કંપનીના કર્મચારી, આઈટી કંપનીના કર્મચારી, ઈન્સ્યોરન્સ એજન્ટ, ટેક્ષટાઈલ વેપારી, વેસ્ટ ઝોનમાં પાલિકાના સાઉથ વેસ્ટે ઝોનના એસએસઆઈ, કન્સટ્રક્શન કંપનીના કર્મચારી, માનદરવાજા ફાયર સ્ટેશનના ફાયરમેન, તેમજ નોર્થ ઝોનમાં સ્ટીલ કંપનીના કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

એક્ટિવ કેસની સંખ્યા 271
શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 51407 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. જોકે, બે દિવસથી પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા ઓછી રહેતા એક્ટિવ કેસમાં ફરીથી વધારા સાથે એક્ટિવ કેસની સંખ્યા 271 નોંધાઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો