તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:વધુ 1092 કેસ નોંધાતા પોઝિટિવનો આંકડો વધીને 1,29,863 થયો, વધુ 11ના મોત અને 2097 રિકવર થયા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બહારગામથી આવતાં લોકોના ટેસ્ટિંગ પણ સઘન કરવામાં આવ્યા છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
બહારગામથી આવતાં લોકોના ટેસ્ટિંગ પણ સઘન કરવામાં આવ્યા છે.(ફાઈલ તસવીર)
  • શહેર જિલ્લામાં કુલ 1,15,532 દર્દી રિકવર થતા રજા અપાઈ
  • શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 13,453 થઈ

કોરોના સંક્રમણમાં ધીમી ગતિએ ઘટાડો નોંધાઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, વધુ 1092 કેસ નોંધાતા કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 1,29,863 થઈ છે. બીજી તરફ વધુ 11ના મોત થતા સરકારી ચોપડે મરણાંક વધીને 1894 નોંધાયો છે. શહેરમાંથી 1809 અને જિલ્લામાંથી 288 દર્દીઓ રિકવર થતા રજા આપવામાં આવી છે. જેથી કુલ ડિસ્ચાર્જ વધીને 1,15,532 થયો છે. હાલ શહેર અને જિલ્લામાં મળીને કુલ 13,453 એક્ટિવ કેસ છે.

સ્મીમર હોસ્પિટલની હાલની સ્થિતિ
•હોસ્પિટલમાં કુલ 305 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 208 પોઝીટીવ દર્દીઓ, 14 શંકાસ્પદ દર્દીઓ, તથા 83 નેગેટીવ દર્દીઓ છે.
•208 પોઝીટીવ દર્દીઓ પૈકી 20 વેન્ટીલેટર, 78 બાયપેપ , 92 ઓકિસજન પર અને અન્ય 18 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.
•છેલ્લા 24 કલાકમાં 11 દર્દીઓ ડિસ્ચાર્જ, અને 7 દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા.
•હેલ્પ ડેસ્કઃ- 173 ઓડિયો કોલ, 307 વિડીયો કોલકરવામાં આવ્યા. 321 સ્વજનોને રૂબરૂમાં સ્થળ પર સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

સિવિલ હોસ્પિટલની હાલની સ્થિતિ
•હોસ્પિટલમાં કુલ 448 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 357 પોઝીટીવ દર્દીઓ, 49 દર્દીઓ, તથા 42 નેગેટીવ દર્દીઓ છે.
•357 પોઝીટીવ દર્દીઓ પૈકી 149 બાયપેપ, 19 ઇન્વેઝીવ વેરીયન્ટ, 141 ઓકિસજન પર અને અન્ય 48 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.
•49 શંકાસ્પદ દર્દીઓ પૈકી 28 દર્દીઓ બાયપેપ પર 16 ઓકિસજન પર તથા 42 નેગેટિવ દર્દીઓ પૈકી 25 બાયપેપ તથા 14 દર્દીઓ ઓકિસજન પર છે.
•છેલ્લા 24 કલાકમાં 21 દર્દીઓ ડિસ્ચાર્જ, 15 દર્દીઓને શીંફટીગ જે પૈકી 6 ccic સેન્ટરમાં 6 દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા છે.

67 ટકા બેડ ખાલી
સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 67% બેડ ખાલી થઈ ગયા છે જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ 36% બેડ ખાલી થઈ ગયા છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 1518 બેડની વ્યવસ્થા છે તેમાંથી 490 બેડ પર દર્દીઓ દાખલ છે. તેવી જ રીતે સ્મીમેર માં 941 બેડની વ્યવસ્થા સામે 314 દર્દીઓ દાખલ છે. જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં 4231 બેડની વ્યવસ્થા સામે 2709 દર્દીઓ દાખલ છે.

અન્ય સમાચારો પણ છે...