તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના સુરત LIVE:નવા 227 કેસ સામે 235 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા, પાલિકાના બે કર્મચારીઓ સહિત 8નાં મોત થતાં મૃત્યુઆંક 695

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત કોવિડ કેર સેન્ટરની ફાઈલ તસવીર
  • સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 240 કોરોના દર્દીની હાલત ગંભીર
  • સુરત શહેર જિલ્લામાં પોઝિટિવ કેસમાં દિવસે ને દિવસે ઘટાડો થયો

કોરોના સંક્રમણમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે. પાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે આજે શહેરમાં 176 અને જિલ્લામાં 51 મળીને કુલ 227 નવા કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ આંકડો 16,037 થયો છે. જ્યારે શહેરના 191 અને જિલ્લાના 44 મળીને 235 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. જેથી કુલ 12,119 લોકોએ કોરોનાને મ્હાત આપી છે જેમાંથી જિલ્લાના 2520 લોકોનો પણ સમાવેશ થાય છે. આજે પાલિકાના બે કર્મચારીઓના મોત નીપજ્યાં છે. વીબીડીસી વિભાગના ક્લાર્ક અનિલ પરમાર અને સેનેટરી ઈન્સ્પેક્ટર નીતિન મોદી કોરોના સામે જંગ હાર્યા છે. આજે કુલ 8 મોત સાથે મૃત્યુઆંક 695 થયો છે. જેમાં શહેરના 549 અને જિલ્લાના 146 હતભાગીઓનો સમાવેશ થાય છે. હાલ શહેરની અલગ અલગ હોસ્પિટલ સહિત કુલ 3223 લોકો સારવાર હેઠળ છે.

શહેરમાં 12,705 અને જિલ્લામાં 3105 કેસ
સુરત શહેરમાં આજદિન સુધીમાં 12,705 પોઝિટિવ કેસમાં 545ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં આજદિન સુધીમાં 3105 પૈકી 142 વ્યક્તિના મોત થયા છે. સુરત શહેર- જિલ્લામાં કુલ 15,810 કેસમાં 687ના મોત થયા છે. સુરત શહેરમાંથી 105 અને જિલ્લાના 69 દર્દીને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેરમાં કુલ 9407 દર્દી તો જિલ્લામાં 2476 દર્દી કોરોનાને મ્હાત આપી ઘરે પહોંચ્યા છે.

સિવિલમાં અને સ્મીમેરમાં કુલ 11 દર્દી વેન્ટિલટર પર
નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં 199 કોરોના પોઝિટિવ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 147ની હાલત ગંભીર છે. જેમાં 5 વેન્ટિલેટર, 27 બાઈપેપ અને 115 દર્દી ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 122 કોરોના પોઝિટિવ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 93ની હાલત ગંભીર છે. જેમાં 6 વેન્ટિલેટર, 30 બાઈપેપ અને 57 દર્દી ઓક્સિજન પર છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો