કોરોના સુરત LIVE / વધુ 262 કેસ સાથે પોઝિટિવનો આંકડો 13,925 પર પહોંચ્યો, 12 મોત સાથે મૃત્યુઆંક 609 થયો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર
X
પ્રતીકાત્મક તસવીરપ્રતીકાત્મક તસવીર

  • નવી સિવિલ-સ્મીમેરમાં 35 દર્દી વેન્ટિલેટર, 419 દર્દીઓ ઓક્સિજન ઉપર
  • સ્મીમેરના 3 ડોક્ટર અને કાપડ માર્કેટ સાથે જોડાયેલા 10 લોકો સંક્રમિત

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 07:41 PM IST

સુરત. શહેરમાં કોરોના સંક્રમણ દિવસે ને દિવસ વધી રહ્યું છે. પાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે વધુ 262 કેસ નોંધાયા છે. જેમાં શહેરના 214 અને જિલ્લાના 48નો સમાવેશ થાય છે. આ સાથે કોરોના પોઝિટિવનો આંકડો 13,925 થયો છે. આજે વધુ 12 મોત સાથે કુલ મૃત્યુઆંક 609 થયો છે. જેમાં શહેનરા 497 અને જિલ્લાના 112 લોકોનો સમાવેશ થયા છે. આજે શહેરમાંથી 141 અને જિલ્લામાંથી 73 વ્યક્તિઓએ કોરોનાને મ્હાત આપીને ઘરે પહોંચ્યાછે. જેથી રિક્વર થયેલા દર્દીઓની સંખ્યા 9579 થઈ છે. જેમાં જિલ્લાના 1882 લોકોનો પણ સમાવેશ થાય છે. કોરોનાની ઝપેટમાં કોંગ્રેસના કોર્પોરેટર અસ્લમ સાયકલવાળા પણ શુક્રવારે આવી જતા ઘરે આઈસોલેટ થયા છે.

591 દર્દીઓની હાલત ગંભીર
સુરત શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનામાં 597 વ્યક્તિઓના મોત નીપજ્યાં છે. નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં 441 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 368 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 16-વેન્ટિલેટર, 38-બાઈપેપ અને 314 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 182 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 150 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 19-વેન્ટિલેટર, 26-બાઈપેપ અને 105 દર્દીઓ ઓક્સિજન પર છે.

ડોક્ટરો સહિતના કોરોના સંક્રમિત થયા
નવા નોંધાયેલા પોઝિટિવ કેસમાં સ્મીમેર હોસ્પિટલના 3 અને ખાનગી હોસ્પિટલના 1 ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત કાપડ માર્કેટ સાથે સંકળાયેલા 10 અને ડાયમંડ સાથે સંકળાયેલા 2 લોકોનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. SMCના સેન્ટ્રલ ઝોનના એન્જિનિયર, સાઉથ ઝોનના હેલ્થ વર્કર, સ્ટેશનરીની દુકાન ચલાવનાર, સ્મીમેરના 2 સફાઈ કામદાર સહિત સ્ટાફના 6 લોકો, મહાવીર હોસ્પિટલના હાઉસ કીપર, સેનેટરી ઇન્સ્પેક્ટર, કેદી, એન્જિનિયર, સરથાણા USCનો વોર્ડ બોય, SMCની શાળાના શિક્ષક, સિવિલ હોસ્પિટલની આયા, રીક્ષાચાલક અને કોન્ટ્રાક્ટર પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી