તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:અડાજણ સ્વામીનારાયણ મંદિરના 10 સંતો કોરોના સંક્રમિત અને ડુમસ રોડ પરના સેન્ટ્રલ મોલના 17 કર્મી કોરોના પોઝિટિવ આવતાં મોલને બંધ કરવામાં આવ્યો

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોરોના સંક્રમણ વધતા ટેસ્ટિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.જેમાં સેન્ટ્રલ મોલના કર્મચારીઓ પોઝિટિવ આવતાં મોલને બંધ કરી દેવામાં આવ્યો છે. - Divya Bhaskar
કોરોના સંક્રમણ વધતા ટેસ્ટિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.જેમાં સેન્ટ્રલ મોલના કર્મચારીઓ પોઝિટિવ આવતાં મોલને બંધ કરી દેવામાં આવ્યો છે.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 3864 થઈ ગઈ

કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 65 હજારને પાર કરી 65195 થઈ ગઈ છે. શહેર-જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 1176 થઈ ગયો છે. શહેરમાંથી અત્યાર સુધીમાં કોરોનાને માત આપી સાજા થનારા દર્દીઓની સંખ્યા 60 હજારને પાર કરી 60155 થઈ ગઈ છે. સતત વધી રહેલા કોરોનાના કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા ઓછી રહેતા એક્ટિવ કેસમાં વધારો થયો છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 3864 થઈ ગઈ છે. ત્યારે અડાજણ સ્વામીનારાયણ મંદિરના 10 સંતો કોરોના સંક્રમિત થયા છે. જ્યારે ડુમસ રોડ પર આવેલા સેન્ટ્રલ મોલના 17 કર્મચારીઓ પોઝિટિવ આવતા મોલને બંધ કરી દેવાયો છે.

મોલ બંધ કરાયો
સુરતમાં કોરોનાના કેસ ઉત્તરોઉત્તર વધી રહ્યા છે. પીપલોદ વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ મોલમાં 17 કેસ કોરોના પોઝિટિવ આવતા મોલને બંધ કરાયો છે. આ અંગે સેન્ટ્રલ મોલના મેનેજર નિકુંજભાઈએ કહ્યું કે, ગઈકાલે તમામ કર્મચારીઓનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં 17 પોઝિટિવ આવતાં મોલને નોટિસ અપાઈ છે. 10 દિવસ બંધ રાખી તમામ સુવિધા ઉભી કર્યા બાદ મોલને ફરીથી શરૂ કરીશું.

રેમડેસિવિર ઈન્જેક્શનની ફરીથી અછત
શહેરમાં વધી રહેલા કોરોનાના ગંભીર દર્દીઓને પગલે કોરોનામાં જીવન રક્ષક ગણાતા રેમડેસિવિર ઈન્જેક્શન અને ટોસીલોઝુમાબ ઈન્જેક્શનની ફરીથી અછત સર્જાઈ છે. એક ખાનગી હોસ્પિટલોમાં ગંભીર દર્દીઓની સંખ્યામાં વધારો થતા અને અડધોઅડધ હોસ્પિટલો ફુલ થઈ જતા દર્દીઓના પરિવારજનો ફરી એક વખત દોડતા થઈ ગયા છે. શહેરની ખાનગી હોસ્પિટલો દ્વારા રેમડેસિવિર અને ટોસીલોઝુમાબ જેવા ઈન્જેક્શનોની ખાસ ભલામણ કરવામાં આવી રહી છે. જેને લઈ ને હાલ શહેરમાં ઈન્જેક્શનોની અછત વર્તાઈ રહી છે. મોટા ભાગના પ્રાઈવેટ મેડિકલ સ્ટોરમાં ઈન્જેક્શન સ્ટોકમાં ન હોવાનું જાણવા મળ્યું છે.

કલેક્ટર કચેરીમાં સાવચેતીના પગલાં
સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. બીજા ફેઝમાં કોરોનાનો ચેપ 70 ટકા જેટલો વધુ ફેલાઇ રહ્યો છે. ત્યારે જિલ્લા કલેકટરે ડો.ધવલ પટેલે સાવચેતીના પગલા રૂપે મુલાકાતીઓએ જિલ્લા કલેકટર કચેરીમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત રેવન્યુંના પ્રકરણોમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં પક્ષકારો આવતા હોવાથી તેમજ વકીલો પણ મોટી સંખ્યામાં આવતા હોવાથી સંક્રમણે ફેલાવીની ભીતી રહેલી છે. જેને ધ્યાને લઇને હાલ પુરતા જમીનના પ્રકરણોની સુનાવણી પણ સ્થગિત કરવામાં આાવી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો