કોરોના સુરત LIVE:તહેવારો પૂર્ણ થતાં જ ધીમી ગતિએ આગળ વધતો કોરોના, આજે 189 સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
તમામ નાગરિકોને વેક્સિનના બન્ને ડોઝ મળી રહે તે પ્રકારે વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
તમામ નાગરિકોને વેક્સિનના બન્ને ડોઝ મળી રહે તે પ્રકારે વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવી છે.(ફાઈલ તસવીર)
  • શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 44 થઈ

સુરત શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો ઘટાડો થતો રહે છે. જોકે, કેસ 10ની નીચે રહેતા થોડી રાહત છે. ગત રોજ શહેર જિલ્લામાં 7 કેસનો વધારો થયો છે. જેથી કોરોના કેસનો આંકડો વધીને 1,43,959 થયો છે. આ સાથે જ તહેવારોની રજાઓ પૂર્ણ થતાં કોરોના વેક્સિનેશનની કામગીરી પણ તેજ કરવામાં આવી છે. આજે 178 સેન્ટર પર રસીકરણ કરવામાં આવી રહ્યું છે.ઘરે ઘરે જઈને વેક્સિન આપવામાં આવી રહી છે.

પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143959 થઈ
શહેરમાં 04 અને જિલ્લામાં 03 કેસ સાથે ગત રોજ શહેર જિલ્લામાં કોરોનાના વધુ 07 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143959 થઈ ગઈ છે. જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2116 થયો છે. આજે શહેરમાંથી 04 અને જિલ્લામાંથી 00 સહિત 04 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141799 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 44 થઈ છે.

રસીકરણ કામગીરી ફરી તેજ કરાઈ
તહેવારોની રજા પૂર્ણ થતાં જ ફરી રસીકરણ તેજ કરવામાં આવ્યું છે. શહેરમાં પ્રથમ ડોઝ માટે 33 સેન્ટર પર જ જ્યારે 119 સેન્ટર પર બીજા ડોઝ માટે રસી અપાઈ રહી છે. જ્યારે 10 સેન્ટર પર એપાઈન્ટમેન્ટ લેનારાને રસી અપાઈ રહી છે. 2 સેન્ટર પર વિદેશ જનારા માટે ખાસ વેક્સિન અપાઈ રહી છે. જ્યારે 14 સેન્ટર પર કોવેક્સિન આપવામાં આવી રહી છે. આજે 178 જેટલા સેન્ટર પર રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.