તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Corona Released Due To Concession, Positive Case Close To 1500, PSI, 61 Infected, 1 Killed And 28 Injured, Including Municipal Pun

કરોના સંકટ:છુટછાટને કારણે કોરોનાને છુટો દોર, પોઝિટિવ કેસ 1500 નજીક, PSI, પાલિકાના પ્યુન સહિત 61 ચેપગ્રસ્ત, 1 મોત અને 28 સાજા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આંકડાઓ પ્રમાણે આગામી દિવસોમાં પોઝિટિવ દર્દી વધવાની શક્યતા, કતારગામ, ઉધના, લિંબાયત, સેન્ટ્રલ ઝોનમાં કેસો વધુ નોંધાઈ રહ્યા છે
  • મૃત્યુ આંક 66 પર પહોંચ્યો, હાલ સુધીમાં કુલ 1013 દર્દી સાજા થઇ ઘરે જઇ ચૂક્યા છે
  • 18મી મે પછી પોઝિટિવ કેસોમાં ઉછાળો
  • 2 જ દિવસમાં 444 પોઝિટિવ

શુક્રવારે શહેરમાં પીએસઆઇ, મનપાના પટાવાળા,સીએ સ્ટુડન્ટ,હાર્ડવેર વિક્રેતા સહિત નવા 58 કેસ નોંધાયા હતા જ્યારે 1 દર્દીનું કોરોનામાં મોત નિપજતા મૃત્યુઆંક 66 પર પહોંચ્યો હતો.જ્યારે સુરત જિલ્લામાં કોરોનાના નવા 3 દર્દીઓ સામે આવ્યા હતા જેને પગલે જિલ્લામાં કોરોનાના કુલ દર્દીની સંખ્યા 100 થઈ ગઈ હતી.શહેરમાં વધુ 28 દર્દીઓ સાજા થઈ જતા સાજા થઈ જનારાઓની સંખ્યા 1013 પર પહોંચી ગઇ હતી.જ્યારે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1476 થઈ ગઈ છે.જ્યારે શુક્રવારે એક મહિલા દર્દી ઝુલેખાં અબુબકર મેમણનું મોત નીપજ્યું હતું. દર્દીને બ્લડ પ્રેશરની બિમારી હતી. પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યુ હતું કે ‘સુરતમાં કેસો વધી શકે છે, ઉધના, લિંબાયત, સેન્ટ્રલ ઝોનમાં કેસો વધુ નોંધાય રહ્યાં છે.

CAનો વિદ્યાર્થી, ટી-સ્ટોલ ચલાવનાર, ફૂલ વેચનારને પણ ચેપ લાગ્યો

ઉધનામાં હાર્ડવેરની દુકાન ચલાવતા સૈફુદ્દીન મો.બંગડીવાળા (55)ને કોરોનાનો ચેપ લાગ્યો હતો. વરાછા મીનીબજાર ખાતે ટી-સ્ટોલ ધરાવતા અજય અંબાલાલ માળી (37), પુણાગામ ખાતે રહેતા અને વરાછા ચોપાટીના વોચમેન ‌વિઠ્ઠલ મોરે (78)  એનએસટીએમ માર્કેટમાં કામ કરતા સતીષ રામુલુ નલ્લા (40), અઠવા ઝોન ઓફિસના પટાવાળા સત્યપાલ દેવિરાજ રાયબોલે (34), પર્વતગામમાં કરીયાણાની દુકાન ચલાવતા સુખલાલ ગુલાબચંદ્ર મેકડા (42), પર્વત પાટીયા ખાતે ફુલની દુકાન ધરાવતા ધનસુખભાઈ માળી (61)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઉપરાંત વરાછા ઝોન-એ, લંબે હનુમાન રોડ ખાતે રહેતા સી.એ.ના સ્ટુડન્ટ કૌ‌શિક જનક વાઘેલા (20)નો રિપોર્ટ પણ પો‌ઝિટિવ આવ્યો હતો.

બંદોબસ્તમાં રહેલા વિશેષ શાખાના PSIને પણ કોરોનાનો ચેપ લાગ્યો
સુરત શહેર પોલીસ ક‌મિશનર કચેરીમાં આવેલી ‌વિશેષ શાખાના પીએસઆઇ મરેન્દ્ર‌સિંગ ચંદ્ર‌સિંગ ચૌહાણ (58)ને ત‌બિયત નાદુરસ્ત રહેતા શુક્રવારે સવારે ‌રિપોર્ટ કરાવ્યો હતો  ‌અને રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર શરૂ કરવામાં આવી છે. પીએસઆઇ ચૌહાણ બે મ‌હિના બાદ ‌નિવૃત્ત થવાના છે. હાલ લોકડાઉન ચાલી રહ્યું હોવાથી બંદોબસ્ત સ‌હિત ‌વિશેષ શાખાની ફરજ પુરી કરી રહ્યા હતા.

ભીમપોરમાં વિક એન્ડ વિલાનો વોચમેન સંક્રમિત

શહેરના છેવાડે ભીમપોરમાં વિક એન્ડ વિલાના વોચમેન પરમાનંદ મગનભાઈ પટેલ (60) (રહે.ભીમપોર)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.વોચમેન લોકડાઉન દરમિયાન ભીમપોર બહાર ગયો ન હોવા છતાં ય રિપોર્ટ પોઝિટિવ આવતા વિક એન્ડ વિલા અને ફાર્મહાઉસમાં હાલ રહેતા લોકો સામે આંગળી ચીંધાઈ રહી છે. 

અન્ય સમાચારો પણ છે...