તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Corona Reduced Road Accidents By 57%, Levied Fines Of Rs 200 Million On 6 Lakh People, 580 Accidents In 2019, 328 In 2020

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દંડ:કોરોનાને લીધે માર્ગ અકસ્માત 57% ઘટ્યા, 6 લાખ લોકો પાસેથી 20 કરોડ દંડ વસૂલ્યો, વર્ષ 2019માં 580 અકસ્માત થયા, 2020માં 328 નોંધાયા

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

પોલીસની કાર્યવાહી અને કોરોનાને કારણે શહેરમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ગત વર્ષની સરખામણીમાં 57 ટકાનો ઘટાડો થયો છે. આ વર્ષે નિયમ તોડનાર 4.85 લાખ લોકોને દંડ કરીને 15.39 કરોડ જ્યારે ઈ મેમો દ્વારા 1.25 લાખ લોકોને દંડ કરીને 4.77 કરોડ મળીને કુલ 20 કરોડનો દંડ વસૂલ કરાયો છે. ઉપરાંત ટ્રાફિક પોલીસ દ્વારા અવરેનેસ માટે પેઈન્ટિંગ કોમ્પિટીશન, આઈચેકઅપ કેમ્પ યોજાયો હતો. આઈ ફોલો કેમ્પેઈન શરૂ કરાયું હતું. જેમાં સોશિયલ મીડિયા પર 20 લાખ લોકો જોડાયા હતાં અને 50 હજાર લોકોને ટ્રાફિક નિયમ પાલન કરવા બદલ એપ્રિશિએશન ટોકન અપાયું હતું.

અકસ્માત20192020ઘટાડો
ગંભીર45526157%
સામાન્ય1256754%
કુલ58032857%

ટ્રાફિક -અકસ્માત થતાં 20 સર્કલને રિડિઝાઈન કરાશે
શહેરના સૌથી ટ્રાફિકવાળા અને અકસ્માત થતા 20 સર્કલોને ટ્રાફિક પોલીસ સુરત પાલિકા સાથે મળીને રિ-ડિઝાઈન કરશે.

ગંભીર અકસ્માતોમાં 57% ઘટાડો
વર્ષ 2020માં શહેરમાં 34213 વાહનો ડિટેઈન કરાયા
વર્ષ 2020માં પોલીસે 4,85,082 લોકોને દંડ કર્યો હતો. જેમાંથી 15.39 કરોડનો દંડ વસૂલાયો હતો. 34231 વાહનો ડિટેઈન કર્યા હતા.

કેમેરા દ્વારા 1.45 લાખ ઈ ચલણમાંથી 1.24 લાખ રિકવર
2020માં ટ્રાફિક પોલીસે 1.45 લાખ ઈ-ચલણ ઈસ્યુ કરી 9.29 કરોડ દંડ ફટકાર્યો હતો. 1.25 લાખ રિકવરી અને 4.77 કરોડનો દંડ વસૂલાયો.

અકસ્માતો ઘટાડવાની દિશામાં કામ કરાશે
લોકો નિયમોનું પાલન કરે તે ખૂબ જરૂરી. આ ઉપરાંત લોકોને પોતાની સમસ્યા હોય તો અમારી હેલ્પલાઈન પર 24 કલાક કોલ કરી શકે છે. આગામી દિવસોમાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તે દિશામાં કામ કરશે. > પ્રશાંત સુંબે, ડીસીપી, ટ્રાફિક પોલીસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો