તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારા સમાચાર:કોરોનાથી સાજા થવાનો રીકવરી રેટ 10 દિવસમાં 77.5 ટકાથી વધી 83.4 ટકા થયો, નવા 1574 કેસ, 10નાં મોત

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
એપ્રિલ કરતા મેમાં રીકવરી રેટ ઓછો, 11 એપ્રિલે 92.3 ટકા હતો - Divya Bhaskar
એપ્રિલ કરતા મેમાં રીકવરી રેટ ઓછો, 11 એપ્રિલે 92.3 ટકા હતો
  • આપણે હવે નં. 1 બનવાનું છે, 0માં દર્શાવેલી 5 બાબતો કોરોનાથી જીતાડી શકશે
  • સતત છઠ્ઠા દિવસે કેસ કરતા સાજા થનારાની સંખ્યા વધી, 2583 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 18366 થઈ, રાંદેર-અઠવામાં વધુ કેસો આવ્યા
  • એપ્રિલ કરતા મેમાં રીકવરી રેટ ઓછો, 11 એપ્રિલે 92.3 ટકા હતો

શહેર અને જિલ્લામાં નવા કેસ કરતા સાજા થનારાની સંખ્યા સતત છઠ્ઠા દિવસે પણ વધતા સાજા થનારની સંખ્યા એક લાખને પાર પહોંચી છે. કોરોનાથી સાજા થવાનો રીકવરી રેટ પણ 10 દિવસમાં 77.5 ટકાથી વધીને 83.4 ટકા થયો છે. 11 એપ્રિલે રીકવરી રેટ 92.3 ટકા હતો. જો કે 24 એપ્રિલ સુધીમાં 77.5 ટકા થઇ ગયો હતો.

મંગળવારે શહેરમાં 1214 અને જિલ્લામાં 360 કેસ નોંધાયા હતાં, જ્યારે શહેરમાંથી 2165 અને જિલ્લામાંથી 418 મળીને કુલ 2583 દર્દીઓને રજા મળતાં કુલ સાજા થનાર દર્દીઓની સંખ્યા 102207 પર પહોંચી છે. મંગળવારે શહેરમાં 08 અને જિલ્લામાં 02 મળી શહેર જિલ્લામાં 10 કોરોના દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 1821 થઈ ગયો છે. મંગળવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 18366 થઈ ગઈ છે. કુલ કેસોમાંથી રાંદેરમાં સૌથી વધુ 315 અને અઠવામાં 301 કેસ નોંધાયા હતાં, જ્યારે 81 કેસ સેન્ટ્રલ ઝોનમાં નોંધાયા હતાં.

3 વર્ષની દીકરીને ‘કાલે ઘરે આવી જઇશ’ તેવું આશ્વાસન આપનાર પિતાનું મોત

પાલિકામાં સિવિલ સુપરવાઈઝર તરીકે કામ કરતાં અંકિત કોન્ટ્રાક્ટરનું 16 દિવસની સારવાર બાદ અવસાન થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. એક દિવસ પહેલા જ 3 વર્ષની પુત્રીએ તેમને ફોન કરીને કહ્યું કે, પપ્પા તમને કેવુ છે, ઘરે કયારે આવશો ત્યારે માસુમ પુત્રીને ‘કાલે આવીશ’ એવું આશ્વાસન આપ્યું હતું. પરંતુ પિતાનું મૃત્યુ થઇ ગયું હતું.

સારવાર દરમિયાન અંકિતભાઇ વાત કરી શકે તેવી સ્થિતિમાં ન હતા છતાં દીકરી વીડિયો કોલ કરીને વાત કરવા ઇચ્છા રાખતી હોવાથી દીકરીની ઇચ્છા પિતા પૂરી કરતા હતા. છેલ્લે પિતાએ દીકરીને કહ્યું હતું કે, બેટા હું આવતીકાલે ઘરે આવી જઇશ. એ પછી તેમનું મૃત્યુ થઇ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો