તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કોરોનાને લીધે વિદ્યાર્થીઓે આર્થિક સંકટમાં, પ્રવેશ ફી ઘટાડોઃ NSUI

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • NSUIની કુલપતિને આવેદન પત્ર આપી રજૂઆત

એનએસયુઆઇ દ્વારા કુલપતિને આવેદન પત્ર આપી એડમિશન ફી ઘટાડવાની માંગ કરવામાં આવી છે. એનએસયુઆઈએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના કારણે માર્ચ, એપ્રિલ અને મે ત્રણ મહિનામાં મોટાભાગના ધંધા રોજગાર બંધ રહ્યા હતા. જેને કારણે વાલીઓની સાથે વિદ્યાર્થીઓ પણ આર્થિક તકલીફ અનુભવી રહ્યા છે. જેથી વિદ્યાર્થીઓને એડમિશન ફીમાં રાહત આપવામાં આવે.એનએસયુઆઇના પ્રમુખ મનીષ દેસાઇએ જણાવ્યું હતું કે, શૈક્ષણિક વર્ષ 2021-22ની પ્રવેશ પ્રક્રિયા શરૂ થનારી છે.

એડમિશન ફીથી યુનિવર્સિટી દર વર્ષે મોટી આવક ઊભી કરી રહી છે. પરંતુ આ વખતે કોરોનાને પગલે વાલીઓની સાથે વિદ્યાર્થીઓ આર્થિક તકલીફ અનુભવી રહ્યા છે. જેથી આ વર્ષે એડમિશન ફીમાં ઘટાડો કરી વિદ્યાર્થીઓને અમુક અંશે રાહત આપવામાં આવે તેના માટે અમે કુલપતિ ડો.કે. એન. ચાવડાને આવેદન પત્ર આપીને માંગ કરી છે. એમણે વધુમાં જણાવ્યું હતું કે, માર્ચ, એપ્રિલ અને મે એમ ત્રણ મહિનામાં કોરોના વાયરસના કેસોની સંખ્યા ખૂબ જ વધી રહી હતી.

જેને કાબુમાં રાખવા માટે સરકારે મીની લોકડાઉન અમલમાં મુક્યું હતું જેના કારણે લોકોના ધંધા રોજગાર બંધ થઈ ગયા હતા. આવી સ્થિતિને પગલે વાલીઓની સાથે વિદ્યાર્થીઓની સ્થિતિ પણ કફોડી બની છે. જો યુનિવર્સિટી વિદ્યાર્થીઓની મદદ કરશે તો તેઓ સારી રીતે અભ્યાસ કરી શકશે.

BMU વિદ્યાર્થીઓને માર્કશીટ પરત કરશે
એબીવીપીના આંદોલન બાદ બીએમયુએ વિદ્યાર્થીઓને માર્કશીટ પરત કરી છે. એવીબીપીએ જણાવ્યું હતું કે, કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આર્થિક તકલીફ પડતા ફી ભરી શક્યા ના હતા. જેથી યુનિવર્સિટીએ પરીક્ષા લીધા બાદ વિદ્યાર્થીઓને માર્કશીટ આપી ના હતી. ત્યારબાદ એબીવીપીએ આંદોલન કર્યું હતું. જે પછી તેમણે ત્રણથી ચાર દિવસમાં માર્કશીટ વિદ્યાર્થીઓને આપવાની ખાતરી આપી છે.

અન્ય સમાચારો પણ છે...