તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:કોરોના પોઝિટિવ ગર્ભવતી સિવિલ હોસ્પિટલમાંથી ભાગી, મહિલા ગાયનેક વોર્ડમાં દાખલ થઇ હતી

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક

સિવિલ હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં દાખલ પ્રસુતા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વોર્ડમાંથી પલાયન થઈ ગઈ છે. વોર્ડમાંથી તબીબોએ પોલીસને જાણ કરતા પોલીસ પ્રસુતાએ લખાવેલા સરનામા પર તપાસ કરવા પણ ગઈ હતી. જોકે ત્યાં પ્રસુતાની કોઈ ભાળ મળી ન હતી. આ બાબતે સિવિલ તંત્ર દ્વારા પાલિકા પોઝિટિવ દર્દીને ટ્રેક કરી કોરન્ટાઈન કરી શકે તે માટે પાલિકાને પણ જાણ કરી છે.

પાંડેસરા લક્ષ્મી નગર ખાતે રહેતી એક 25 વર્ષીય મહિલા 8 સપ્તાહથી ગર્ભવતી છે. બુધવારે મહિલાને દુ:ખાવો થતો હોવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ આવી હતી. ગાયનેક વોર્ડમાં દાખલ કર્યા બાદ મહિલાનો કોરોનાનો રેપીડ ટેસ્ટ કરતા પોઝિટિવ આવ્યો હતો. જેથી મહિલાને કોવિડ વોર્ડમાં શીફ્ટ કરે તે પહેલા જ નાસી ગઇ હતી. આ બાબતે સિવિલ હોસ્પિટલમાંથી મહિલા પોઝિટિવ હોવાથી તેને પાલિકા ટ્રેક કરી કોરન્ટાઈન કરે તે માટે પાલિકાને પણ જાણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો