તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સુરત:યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલના ચોથા માળેથી આપઘાતનો પ્રયાસ કરનાર કોરોના પોઝિટિવ દર્દીને રેસ્ક્યુ કરાયો

સુરત6 મહિનો પહેલા
ફાયરબ્રિગેડ દ્વારા સમરસ હોસ્ટેલમાંથી આપઘાતનો પ્રયાસ કરનાર કોરોના દર્દીને સારવાર માટે સિવિલહોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
  • મેડિકલ સ્ટાફે દર્દી આપઘાતની કોશિષ કરી રહ્યો હોવાની જાણકારી આપી હતી
  • ચોથા માળેથી દર્દીએ કુદવાનો પ્રયાસ કરતાં ફાયરબ્રિગેડે સેફ્ટીના સાધનો ગોઠવ્યાં

કોરોનાના દર્દીઓની સારવાર માટે સુરત યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલમાં પોઝિટિવ દર્દીઓને રાખવામાં આવ્યાં છે. જેમાંથી એક પોઝિટિવ દર્દીએ હોસ્ટેલના ચોથા માળેથી મોતની છલાંગ મારી રહ્યો હોવાના કોલ  મળ્યા બાદ ફાયર બ્રિગેડ દોડતું થયું હતું. ઘટનાસ્થળે પહોંચીને ફાયરબ્રિગેડે સમરસ હોસ્ટેલની નીચે જમ્પિંગ કોશન મૂકી એક ફાયર ઓફિસર અને બે માર્શલ સેફટી કીટ પહેરી ચોથા માળે દર્દીના રૂમ સુધી દોડી ગયા હતાં. તાત્કાલિક ફાયર ઓફિસર ને જોઈ દર્દી રૂમ માં દોડી જતા બહાર થી બંધ કરી દેવાયો હતો.

ફાયરબ્રિગેડે પ્રશંસનિય કામગીરી કરી

મેડિકલ સ્ટાફે દર્દી આપઘાતની કોશિષ કરી રહ્યો હોવાની ફાયર ને જાણ કરી હોવાનું ચીફ ફાયર ઑફિર પરીખે જણાવતાં કહ્યું કે, હાલ પરિસ્થિતિ કાબુ મા, દર્દી ને સારવાર માટે સિવિલ મોકલાયો છે. કોલ લગભગ સાંજે 8:15 નો હતો.ફાયર ઓફિસર પ્રકાશ પટેલ અને બન્ને મારસલ ની પ્રશંસનીય કામગીરી કરી હતી. મહત્વપૂર્ણ છે કે આજે જ સમરસ હોસ્ટેલમાંથી 17 પોઝિટિવ દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો