તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Corona Positive Of 78 Students In Last 10 Days: 3 Doctors Also Infected, 3 More Deaths, 278 New Positive And 216 Cured In City district

વિદ્યાર્થીઓને સંક્રમણ:છેલ્લા 10 દિવસમાં 78 વિદ્યાર્થીઓનો કોરોના પોઝિટિવ: 3 ડોક્ટર પણ સંક્રમિત, વધુ 3 મોત, શહેર-જિલ્લામાં નવા 278 પોઝિટિવ અને 216 સાજા થયા

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃત્યુ પામેલા ત્રણેયની ઉંમર 60 વર્ષથી વધુ, કોરોનાનો કુલ મૃતાંક 1059

શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં છેલ્લા 10 દિવસમાં વિદ્યાર્થીઓની સંખ્યા નોંધપાત્ર વધતાં તંત્ર માટે ચિંતાનું કારણ બની છે. હવે ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ ગણાતા ડોક્ટરો, મેડિકલ સ્ટાફ અને મનપા કર્મીઓ ઉપરાંત વિદ્યાર્થીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. છેલ્લા 10 દિવસમાં કુલ 78 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રવિવારે પણ 3 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.કોરોનાને પગલે જ્યારે સ્કૂલ ,કોલેજ અને ટ્યુશન ક્લાસિસો બંધ છે.

ત્યારે યુવાનો ઘર બહાર બેફિકર થઈ ફરતા હોવાને લીધે કોરોનાની અડફેટે ચડી રહ્યા છે. રવિવારે નવા 278 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ પોઝિટિવ આંક 43389 પર પહોંચી ગયો છે. રવિવારે શહેરમાં વધુ 3 લોકોના કોરોનામાં મોત થતા કુલ મૃત્યુઆંક 1059 પર પહોંચી ગયો છે. જોકે, રવિવારે 216 લોકો સાજા થઇ જતા રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 40437 લોકો કોરોનામાંથી સાજા થઈ ચૂક્યા છે. હાલ શહેર જિલ્લામાં કુલ 1893 એક્ટિવ કેસ છે.

ડાયમંડ-ટેક્સટાઇલમાં 9ને કોરોના
રવિવારે ડાયમંડ સાથે સંકળાયેલા 5 અને ટેક્સટાઇલ સાથે સંકળાયેલા 4 સહિત અનેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રવિવારે વાપીના ઇજનેર, ગોડાદરાના ખાનગી ડોક્ટર, સીસીટીવી કેમેરા ફીટર,સ્મિમેરના લેબ આસિસ્ટન્ટ,કેમિસ્ટનો ધંધો કરનાર,સ્મિમેરના ડોક્ટર, ભટારની ખાનગી ક્લિનિકના ડોક્ટર,એમ્બ્રોઇડરીનો ધંધો કરનાર, 3 વિદ્યાર્થીઓ, ખેડૂત, એસ્સારનો કર્મચારી, ગુજરાત ગેસ કંપનીનો કર્મચારી, લુમ્સ ખાતામાં નોકરી કરનાર સહિત અનેકનો કોરોના પોઝિટિવ આવ્યો હતો.

બમરોલી-ઉધનાના વૃદ્ધનું કોરોનાથી મોત
રવિવારે શહેરમાં કોરોનામાં 3 લોકોના મોત થયા હતા જ્યારે જિલ્લામાં એક પણ મોત નોંધાયું ન હતું.રવિવારે શહેરમાં બમરોલીના 60 વર્ષીય વૃદ્ધ કે જેઓ ડાયાબિટિસથી પીડાતા હતા એમનું મોત નીપજ્યું હતું આવી જ રીતે પ્રેશરથી પીડાતા 75 વર્ષીય વૃદ્ધ અને બ્લડ પ્રેશરથી પીડાતા ઉધનાના 70 વર્ષીય વૃદ્ધાનું કોરોનાને લીધે મોત નીપજ્યું હતું.

સ્મીમેર-સિવિલમાં 60 ગંભીર દર્દીઓ
સુરત શહેર જિલ્લામાં હાલ કોરોનાના 60 ગંભીર દર્દીઓ સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.સિવિલ હોસ્પિટલમાં 2 દર્દીઓ વેન્ટિલેટર પર,12 દર્દીઓ બાઇપેપ પર અને 28 દર્દીઓ ઓક્સિજન પર છે.આવી જ રીતે સ્મિમેરમાં 2 દર્દીઓ વેન્ટિલેટર પર, 12 દર્દીઓ બાઇપેપ પર અને 4 દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...