તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ગટરના પાણીના સેમ્પલમાં કોરોના નેગેટિવ આવ્યો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • VNSGUએ સુરત - વડોદરાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી 18 સેમ્પલ લીધાં હતા

અમદાવાદની સાબરમતી નદીની સાથે કાંકરીયા અને ચંડોળાના તળાવના પાણીમાં કોરોના વાઇરસ મળ્યા બાદ રાજ્ય સરકારે નર્મદ યુનિવર્સિટીને સુરતની સાથે જ વડોદરાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણીમાં કોરોના વાઇરસ છે કે નહીં તે શોધવાનો આદેશ કર્યો હતો. પહેલી તપાસમાં કોરોના વાઇરસ નહીં મળતા યુનિવર્સિટીએ બીજી તપાસ માટેની કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલા જ સુરતના 11 અને વડોદરાના 7 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ગંદા પાણીના સેમ્પલ લેવાયા હતા.

જે પછી માઇક્રોબાયોલોજી લેબમાં સેમ્પલની ચકાસણી કરાઇ હતી. પણ એકેય સેમ્પલમાંથી કોરોના મળ્યો ના હતો. જોકે, તે નહીં મળવા પાછળનું પ્રાથમિક કારણ એવું જણાયું હતું કે, હાલમાં કોરોનાના કેસોની સંખ્યા ખૂબ જ ઘટી ગઈ છે. એ સાથે ચોમાસું પણ ચાલી રહ્યું છે. જેથી આગામી દિવસોમાં ફરી સેમ્પલ લેવાશે અને તેની ફરી તપાસ કરાશે. ગંગા નદી અને સાબરમતી નદીમાં કોરોના મળવાનું કારણ તેમાં સુએજ ટ્રીટમેન્ટનું પાણી ઠલવાતું હતું. પ્લાન્ટમાં કોરોના દર્દીઓના મળ-મૂત્રથી આવ્યાની સંભાવના હતી.

અન્ય સમાચારો પણ છે...