તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Corona Nadyo, The Bridge Being Built On Tapi Between Varachha And Big Varachha, Was Scheduled To Start In April And Will Now Start In March 2022.

168 કરોડનો બ્રિજ:વરાછાથી મોટા વરાછા વચ્ચે તાપી પર બની રહેલા બ્રિજને કોરોના નડ્યો, એપ્રિલ માસમાં શરૂ થવાનો હતો હવે માર્ચ-2022માં શરૂ થશે

સુરત3 મહિનો પહેલાલેખક: અજીત રાંદેરી
 • કૉપી લિંક
 • સવજી કોરાટ બ્રિજ-કાપોદ્રા બ્રિજ પર ટ્રાફિકના ભારણમાં ઘટાડો થશે

મોટા વરાછાથી વરાછા કલાકુંજ ખાડીને જોડતા અને ગુજરાતનો પ્રથમ ધનુષ આકારના રીવર બ્રિજનું કામ પૂર્ણ થતાં એક વર્ષનો સમય લાગશે. રૂા.167.98 કરોડના ખર્ચે રીવર બ્રિજ સાથે વરાછા મેઇન રોડથી કલાકુંજ સોસાયટી સુધી ફલાય ઓવરબ્રિજ અને નાના વરાછા-કાપોદ્રાને જોડતા કલાકુંજ ખાડી પર ખાડી બ્રિજનું કામ એક સાથે મંજૂર થયું હતું.

11 એપ્રિલે કલાકુંજ ખાડી બ્રિજનું લોકાર્પણ કરાયું હતું. જ્યારે રિવર કમ ફલાય ઓવર બ્રિજનું કામ પ્રગતિ હેઠળ છે. એપ્રિલ 2018માં બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું. 36 મહિનામાં કામ પૂર્ણ કરવાનું હતું. જો કે કોરોનાને લઇ બ્રિજ નિયત અવધિમાં પૂર્ણ થઇ શક્યો નથી. ઉપરાંત વરાછા કલાકુંજ તરફ જમીનનો કબ્જો લેવાની પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે. ચોમાસા વગર બ્રિજ પૂર્ણ થતાં 6 માસનો સમય લાગશે. હવે માર્ચ 2022માં નિર્માણકાર્ય પૂર્ણ થવાની શક્યતા છે.

ગુજરાતનો પ્રથમ બ્રિજ જે ધનુષ આકારનો દેખાશે
વરાછા મેઇન રોડને ક્રોસ કરવા માટે ધનુષ આકારનો બોસ્ટિંગ પ્રકારનો સ્ટીલ બ્રિજ બનાવવામાં આવશે. આ બ્રિજ ઓછી હાઈટના બનશે તેથી નીચે વધુ જગ્યા મળશે અને બ્યુટિફીકેશન પ્રમાણે આકર્ષક દેખાશે. આ પ્રમાણેના સ્ટ્રક્ચરથી ગુજરાતમાં પહેલો બ્રિજ બનશે.

 • પ્રોજેક્ટ કોસ્ટ: 167,98,47,594
 • સમય મર્યાદા: 36 મહિના
 • કામ શરૂ: એપ્રિલ 2018
 • સંભવિત ક્યારે પૂર્ણ થશે: માર્ચ 2022
 • ફલાય બ્રિજની કુલ લંબાઇ: 1415 મીટર
 • પહોળાઇ: 7.5 મીટર (2 બાય 2 લેન)

મોટા વરાછા-ઉત્રાણના લોકોને કાપોદ્રા-વરાછા સાથે સીધા સાંકળી શકાશે
સુરત: મોટા વરાછાથી વરાછા કલાકુંજ ખાડીને જોડતા બ્રિજથી મોટા વરાછા અને ઉત્રાણ વિસ્તારના લોકોને કાપોદ્રા, વરાછા સાથે સીધા સાંકળી શકાશે. તેમજ પુણા-સીમાડા વિસ્તારના લોકોને ડાયરેક્ટ કનેક્ટિવિટી મળશે. સવજી કોરાટ બ્રિજ અને કાપોદ્રા બ્રિજ પર રહેતા ટ્રાફિકના ભારણમાં ઘટાડો થશે. આ બ્રિજ પર ટ્રાફિક ભારણ ને પગલે બ્રિજની માંગણી લોકો દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...