કોરોના સુરત LIVE:કોરોના સંક્રમણમાં ઘટાડો, સિવિલમાં સારવાર હેઠળના 4ના મોતથી મૃત્યુઆંક 2119 થયો, આજે 50 સેન્ટર પર વેક્સિન અપાશે

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોના કેસ ઘટતાં તબીબોએ રાહત અનુભવી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
કોરોના કેસ ઘટતાં તબીબોએ રાહત અનુભવી છે.(ફાઈલ તસવીર)
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 65 થઈ

સુરત શહેર જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે. શહેરમાં ગતરોજ 5 અને જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી. જેથી પોઝિટિવ કેસનો આંક 143691 પર પહોંચી ગયો છે.સિવિલમાં સારવાર હેઠળના ચાર દર્દીઓના મોત થયાં છે. સાથે શહેર જિલ્લામાંથી 6 દર્દી ડિસ્ચાર્જ થયા છે.આજે 50 સેન્ટર પર રસી આપવામાં આવશે. શહેરમાં અત્યાર સુધીમાં પહેલો ડોઝ 32,49,860 પર પહોંચતાં 94.67 ટકાના લક્ષ્યાંક સુધી પહોંચી શકાયું છે. બીજા ડોઝમાં 14,28,674 એટલે 43.96 ટકા પર પહોંચ્યું છે. કુલ વેક્સિનેસન 46,78,534 નોંધાયું છે.

પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143691 થઈ
શહેરમાં 05 અને જિલ્લામાં 00 કેસ સાથે શહેર-જિલ્લામાં કોરોનાના વધુ 05 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143691 થઈ ગઈ છે. શહેર અને જિલ્લામાં કોરોનાના એક સાથે ચાર દર્દીોના સારવાર દરમિયાન મોત નીપજ્યાં હતાં. જેથી મૃત્યુઆંક 2119 થયો છે.ગત રોજ શહેરમાંથી 05 અને જિલ્લામાંથી 01 દર્દી કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141513 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 65 થઈ ગઈ છે.

આજે 50 સેન્ટર પર રસી
મહાનગરપાલિકા દ્વારા કોવિશિલ્ડના સ્ટોકની માંગણી કરવામાં આવી હતી. જેના 80 હજાર ડોઝ મળી જતાં આજથી ફરી વેક્સિનેશન પૂર્વવત્ થઈ ગયું છે. આજે શહેરના અલગ અલગ ઝોનમાં 50 સેન્ટર પર ફ્કત કોવિશિલ્ડની વેક્સિન આપવામાં આવી રહી છે.

વેક્સિન સેન્ટરનું લિસ્ટ