તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Corona Led The Spanish Flu like Situation Of 1918, When 500 Million People Became Infected, While Corona Figure Now Exceeds 140 Million

હવે જાગી જાઓ:કોરોના 1918ના સ્પેનિશ ફ્લૂ જેવી સ્થિતિ તરફ અગ્રેસર, ત્યારે 50 કરોડ લોકો સંક્રમિત થયા હતા, જ્યારે અત્યારે કોરોનાનો આંકડો 14 કરોડને પાર

સુરત2 મહિનો પહેલાલેખક: આશિષ મોદી
  • કોરોનાવાયરસ 3-4 વેવ તરફ આગળ વધી રહ્યો છે: ડો. પ્રતીક સાવજ, ઇન્ફેક્શન-નિષ્ણાત
  • આજે હાઇટેક ટેકનોલોજી વચ્ચે પણ સવા વર્ષમાં વિશ્વમાં 14 કરોડ કોરોનાના કેસો સામે આવ્યા છે

જો જાગ્યા નહિ તો કોરોનાવાયરસના 3-4 વેવની તૈયારી કરી દેવી જોઈએ. કોરોનાવાયરસ હવે 1918માં આવેલા સ્પેનિશ ફ્લૂનું પુનરાવર્તન તરફ આગળ વધી રહ્યો હોય એમ લાગે છે. આજે આ વાયરસને નહિ સમજીએ તો કાલે એ આપણને સમજી લેશે એ પાકું, આજે હાઈટેક ટેકનોલોજી વચ્ચે સવા વર્ષમાં વિશ્વમાં 14 કરોડ કોરોનાના કેસો સામે આવ્યા બાદ 2 ટકાથી વધુ મૃત્યુ દર નોંધાયો છે. એ સાબિત કરે છે કે કોરોનાવાયરસ 3-4 વેવ તરફ આગળ વધી રહ્યો હોય, એવું ઇન્ફેક્શન-નિષ્ણાત ડો. પ્રતીક સાવજનું કહેવું છે.

સંક્રમણ વધવા પાછળ લોકોની ગંભીર બેદરકારી
ડો. પ્રતીક સાવજ (ઇન્ફેક્શન-નિષ્ણાત, સુરત)એ જણાવ્યું હતું કે બીજો વેવ ખૂબ જ ઘાતક સાબિત થઈ રહ્યો છે, જેની પાછળ લોકોની ગંભીર બેદરકારી હોવાનું કહી શકાય છે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર ફરતા લોકો અને જાહેર કાર્યક્રમ એ કોરોનાવાયરસના વધતા કેસોનું ઉદાહરણ કહી શકાય છે. આ વાયરસ માટે માત્ર સ્પોર્ટિંગ દવા જ છે. કોઈ રામબાણ સારવાર નથી. આજે તમામ હોસ્પિટલોના વેન્ટિલેટર સાથેનાં બેડ ભરાઈ ગયાં છે. આ વાયરસની બે અસર થઈ એટેક કરે છે- એક ડાયરેકટ અને બીજો બીમારી પર હાવી થવું, એટલે કોઝ ઓફ ડેથ આપવું મુશ્કેલ બની રહ્યું છે.

કોઈપણ વાયરસનો સ્ટ્રેન બદલાય એટલે એ ઘાતક સાબિત થાય છે.
કોઈપણ વાયરસનો સ્ટ્રેન બદલાય એટલે એ ઘાતક સાબિત થાય છે.

સ્પેનિશ ફ્લૂના ચાર વેવ હતા, કોરોના 3 વેવ તરફ અગ્રસર
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે કોરોનાવાયરસની સાંકળ તોડવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. 1918માં આવેલા સ્પેનિશ ફ્લૂનું પુનરાવર્તન થઈ રહ્યું હોય એમ લાગે છે. 1918-20 દરમિયાન સ્પેનિશ ફ્લૂના ચાર વેવ આવ્યા હતા. વિશ્વના 50 કરોડ લોકો એ ઇન્ફેક્શનમાં સપડાયા હતા. લગભગ 10 ટકા એટલે કે 5 કરોડ લોકોનાં મૃત્યુ થયાં હતાં. કોઈપણ વાયરસનો સ્ટ્રેન બદલાય એટલે એ ઘાતક સાબિત થાય છે. બાળકોથી લઈ વૃદ્ધો સુધીના તમામ ઉંમરના લોકો માટે એક જ ઉપાય છે, એ છે સાવચેત રહો, નહિતર કોરોનાવાયરસ એક ઇતિહાસ બનાવી જાય એ વાતને નકારી શકાય નહીં.

એ સમયમાં આટલી ટેક્નોલોજી ન હતી, દવાઓ કે એન્ટિબાયોટિક ઇન્જેક્શન ન હતાં.
એ સમયમાં આટલી ટેક્નોલોજી ન હતી, દવાઓ કે એન્ટિબાયોટિક ઇન્જેક્શન ન હતાં.

સ્પેનિશ ફ્લૂના સમયે ટેકનોલોજીનો અભાવ હતો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્પેનિશ ફ્લૂની વાત કરીએ તો એ સમયમાં આટલી ટેકનોલોજી ન હતી, દવાઓ કે એન્ટિબાયોટિક ઇન્જેક્શન ન હતાં, નિષ્ણાત તબીબો ગણ્યાગાંઠિયા હતા. જાગૃતતામાં મદદરૂપ થતી સંસ્થાઓ કહો કે મીડિયા એ ન હતાં. આજે બધું જ છે છતાં વાયરસ લોકો પર હાવી થઈ રહ્યો છે, એનું એક જ કારણ છે કે લોકોમાં જાગૃતિ નથી, એટલે જ કહું છું કોરોનાવાયરસ 1918નો સ્પેનિશ ફ્લૂને પુનરાવર્તન કરવા તરફ આગળ વધી રહ્યો હોય એમ કહી શકાય છે.

કોરોનાવાયરસ 1918નો સ્પેનિશ ફ્લૂને પુનરાવર્તન કરવા તરફ અગ્રેસર.
કોરોનાવાયરસ 1918નો સ્પેનિશ ફ્લૂને પુનરાવર્તન કરવા તરફ અગ્રેસર.

શું છે ગુજરાતની સ્થિતિ?
રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર છે અને હવે કોરોનાની કટોકટી વચ્ચે નવા કેસો સ્થિર થવાનું નામ લેતા નથી. રાજ્યમાં પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 11 હજારને પાર થયો છે અને ગઈકાલે 24 કલાકમાં ઓલટાઈમ હાઈ 11,403 નવા કેસ નોંધાયા છે. તેમજ 117 દર્દીના મોત થયા છે. જ્યારે 4,179 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં રિક્વરી રેટ 82.15 ટકા થયો છે. 31 માર્ચથી સતત નવા કેસ ઓલટાઈમ હાઈ બનાવી રહ્યા છે.

વિશ્વના 50 કરોડ લોકો એ ઇન્ફેક્શનમાં સપડાયા હતા.
વિશ્વના 50 કરોડ લોકો એ ઇન્ફેક્શનમાં સપડાયા હતા.

68,754 એક્ટિવ કેસ અને 341 વેન્ટિલેટર પર
રાજ્યમાં છેલ્લા 80 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 4 લાખ 15 હજાર 972ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 5,494 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 3 લાખ 41 હજાર 724 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 68,754 એક્ટિવ કેસ છે, જેમાંથી 341 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 68,413 દર્દીની હાલત સ્થિર છે.