તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડૅટ:કોરોનાને લઈ પાલિકાએ સરવે કર્યો 100 માંથી 10 બીમાર મળી રહ્યા છે

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • કેસ વધવા પાછળ લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી પણ કારણરૂપ

માર્ચમાં ફરીથી કોરોનાના કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે. મહાનગરપાલિકાએ કરેલા સર્વેથી એક વાત સ્પષ્ટ થઇ રહી છે ક, કોરોનાથી બચવા લોકો માટે હજુ પણ ઘર જ સૌથી સલામત જગ્યા છે. સ્થિતિ વધુ ન બગડે તે માટે લોકોએ સાવધાની રાખવી પડશે. શહેરમાં હાલ 100માંથી 9.94 લોકો બીમાર છે. આ જ સ્થિતિ આજથી 21 દિવસ પહેલાં હતી. બીમાર પડેલા લોકોમાં તાવ, શરદી, ખાંસી, શરીરમાં દુખાવો અને પેટમાં દુખાવો જેવી સમસ્યા જોવા મળી રહી છે.

પાલિકા દ્વારા મળેલી માહિતી મુજબ એક જ દિવસમાં 1,74,164 લોકોનો સરવે કરાયો હતો જેમાં 23906 લોકોમાં ઉપરોકત લક્ષણો જોવા મળ્યા હતા. તેમાંથી 140 દર્દીઓમાં કોરોનાના લક્ષણો દેખાયા હતા. હાલની સ્થિતિમાં લોકો પોતે જ સાવધાની રાખીને કોરોનાની ગાઇડલાઇનનો ચુસ્તપણે અમલ કરે તે જરૂરી છે.

સુરતમાં કેસ વધવા પાછળના કારણોમાં લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી પણ જવાબદાર ગણાવાઇ રહી છે. શહેરમાં ટેક્સટાઇલ અને ડાયમંડ બે મોટા બિઝનેસ હોવાથી વેપારીઓ અને શ્રમિકોની અ‌વરજવર થાય છે. આંતરરાજ્ય અવરજવરના કારણે પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. બીજી તરફ કેટલીક શાળાઓમાં પણ કેસ નોંધાયા હતા.

અમદાવાદ કરતા પણ વધુ કેસ નોંધાયા
રાજ્યમાં એક વર્ષ પછી ફરીથી કોરોનાએ ઉથલો માર્યો. જેના કારણે ચાલુ મહિનામાં શહેરમાં અચાનક કોરોનાના કેસો વધવા લાગ્યા. પાછલા કેટલાક દિવસોમાં સમગ્ર રાજ્યમાં સુરત જિલ્લામાં સૌથી વધુ કેસ નોંધાયા.એક વખત તો સ્થિતિ એવી પેદા થઇ કે એક જ દિવસમાં સુરત જિલ્લામાં 745 જેટલાં નવા કેસો નોંધાયા અને અમદાવાદ ત્યાર બાદ બીજા ક્રમે રહ્યું હતું. જોકે અમદાવાદનું ક્ષેત્રફળ સુરત કરતાં મોટું અને વસ્તી પણ અનેક ગણી વધી છે. સુરતમાં પરિસ્થિતિ વધુ બગડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો