તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Corona Infection Of More Than 15 Associated With Textile Market In Surat, Municipal Commissioner Visits Textile Market, More Than 5 Antigen Rapid Test Centers Started

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા વધુ 15 કોરોના સંક્રમિત, પાલિકા કમિશનર કાપડ માર્કેટની મુલાકાતે, 5થી વધુ એન્ટીજન રેપીડ ટેસ્ટ સેન્ટર શરૂ

સુરત5 મહિનો પહેલા
  • પાલિકા કમિશનરે વધુમાં વધુ કામદાર કોરોના ટેસ્ટ કરાવે તેવી અપીલ કરી

દિવાળી બાદ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈને પાલિકા કમિશનર દ્વારા અલગ અલગ ઝોનની મુલાકાત લઈને કોરોનાની સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. જ્યારે ટેક્સટાઈલ માર્કેટ સાથે સંકળાયેલાના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. ગત રોજ નવા નોંધાયેલા કેસમાં ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા વધુ 15 કોરોના સંક્રમિત થયા હતા. જેને લઈને આજે પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ ટેક્સટાઈલ માર્કેટની મુલાકાત લીધી હતી. હાલ ટેક્સટાઈલ માર્કેટમાં 5થી વધુ એન્ટીજન રેપીડ ટેસ્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.

5થી વધુ એન્ટીજન રેપીડ ટેસ્ટ સેન્ટર શરૂ કરાયા.
5થી વધુ એન્ટીજન રેપીડ ટેસ્ટ સેન્ટર શરૂ કરાયા.

રિંગરોડ ઓવરબ્રિજ નીચે રેપીડ ટેસ્ટ સેન્ટર શરૂ
સુરત ટેક્સટાઇલ માર્કેટમાં કોરોના સંક્રમણ ન વધે તે માટે પાલિકા કમિશનરના સૂચન પ્રમાણે નવા રેપીડ ટેસ્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. પાલિકા કમિશનરે આજે ટેક્સટાઈલ માર્કેટની મુલાકાત લીધી હતી અને વધુમાં વધુ કામદાર કોરોના ટેસ્ટ કરાવે તેવી અપીલ કરી છે. રિંગ રોડ ખાતે આવેલી ટેક્સટાઈલ માર્કેટમાં ઓવર બ્રિજ નીચે રેપીડ ટેસ્ટ સેન્ટર ચાલું કરવામાં આવ્યા છે. જેમાં સવારથી મોટી સંખ્યામાં લોકો ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે.

સવારથી મોટી સંખ્યામાં લોકો ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે.
સવારથી મોટી સંખ્યામાં લોકો ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે.

પાલિકા કમિશનરની વેપારીઓ સાથે ફરી મિટિંગ થશે
બે દિવસ પહેલા કોરોનાના સંક્રમણ ઘટે તે હેતુથી પાલિકા અને પોલિસ કમિશનરે વેપારી સંગઠનો સાથે ટેક્સટાઈલ માર્કેટમાં મિટીંગ કરી હતી. આજથી મોટાભાગના બજારો રાબેતા મુજબ કાર્યરત થનારા છે. ત્યારે આજે ફરી વિવિધ વેપારી સંગઠનો સાથે ચર્ચા કરવા માટે પાલિકા કમિશનરે મિટિંગનું આયોજન કર્યુ છે.

પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ ટેક્સટાઈલ માર્કેટની મુલાકાત લીધી.
પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ ટેક્સટાઈલ માર્કેટની મુલાકાત લીધી.

માસ્ક વગર ફરતા 652 લોકો દંડાયા
સુરત શનિવારે રાતથી કર્ફ્યૂનો અમલ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસે કર્ફ્યૂનો ભંગ કરનારા 107 સામે કાર્યવાહી કરી છે. કોરોનાની મહામારીને લઈ તકેદારીના ભાગરૂપે સુરતમાં પણ શનિવારે રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ અમલ શરૂ કરાયો હતો. સુરત પોલીસે કર્ફ્યૂ ભંગના 107 કેસો કરી કડક અમલવારી કરાવી હતી. ઉપરાંત 9 વાહનો ડિટેઇન કર્યા અને 67300નો દંડ પણ વસુલ્યો હતો. તદ્ઉપરાંત માસ્ક અને જાહેરમાં થુંકવા બાબતે પણ પોલીસે કાર્યવાહી કરી હતી. જેમાં 652 લોકોને માસ્ક અને જાહેરમાં થુકવા બાબતે દંડની કાર્યવાહી કરી 6.52 લાખનો દંડ વસુલ્યો હતો. જેમાં સૌથી વધારે 136 કેસો ટ્રાફિક પોલીસે કર્યા હતા.

નો માસ્ક નો એન્ટ્રી પદ્ધતિ અપનાવો
પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, શહેરમાં બહારગામથી કે પ્રવાસેથી પરત ફરતાં લોકો ફરજિયાત ટેસ્ટ કરાવે અને તાત્કાલિક ધંધા પર જવાને બદલે બે-ત્રણ દિવસ પોતાના સ્વાસ્થ્યનું મોનિટરીંગ કરવું જરૂરી છે. બહાર દુકાનોમાં અલગ અલગ સંસ્થાઓ ઇન્સ્ટિટ્યુશનમાં ઘણાં બધા લોકો માસ્ક પહેરતાં નથી ‘નો માસ્ક નો એન્ટ્રી’ પદ્ધતિ છે તેને સઘન બનાવીએ, હાલ કોરોનાની કોઈ વેક્સીન નથી ત્યાં સુધી માસ્ક જ વેક્સીન છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો