તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજી લહેરને આમંત્રણ:સુરતમાં યુવાનો કોરોના ભૂલ્યા, ક્રિકેટ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં યુવાનો માસ્ક વગર ક્રિકેટ રમતા નજરે ચડ્યા

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાનો માસ્ક વગર ક્રિક્રેટ રમતા હોવાનો વીડિયો વાઇરલ થયો

સુરતમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યું છે. પરંતુ તેની સાથે જ હવે લોકો બેદરકાર બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં યુવાનો માસ્ક વગર ક્રિકેટ રમતા નજરે ચડ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ પણ થઇ રહ્યો છે.

સંપૂર્ણ તકેદારીઓ રાખવા તંત્ર સતત અપીલ કરી રહ્યું છે
સુરતમાં કોરોનાની બીજી લહેર ઘાતક નીવડી હતી. એક તબક્કે રોજના રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા હતા. પરંતુ હવે સુરતમાં કોરોનાની સ્થિતિ ધીમે ધીમે કાબૂમાં આવી રહી છે. લોકોને સંપૂર્ણ તકેદારીઓ રાખવા તંત્ર સતત અપીલ કરી રહ્યું છે. આ ઉપરાંત કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા રહેલી હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. પરંતુ સુરતમાં લોકો હજુ પણ બેદરકારી દાખવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

ક્રિકેટ ગ્રાઉન્ડમાં યુવાનોના ટોળે-ટોળા જોવા મળ્યા.
ક્રિકેટ ગ્રાઉન્ડમાં યુવાનોના ટોળે-ટોળા જોવા મળ્યા.

થોડા દિવસ પહેલા પોલીસ આવતા ભાગદોડ થઈ હતી
સરથાણા વિસ્તારમાં યુવાનો માસ્ક વગર ક્રિક્રેટ રમતા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. ત્યારે લોકોની આવી બેદરકારી હજુ પણ ભારી પડી શકે છે. લોકો હજુ પણ સંપૂર્ણ તકેદારીઓ રાખે તે ખુબ જ જરૂરી બન્યું છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો એકઠાં થયા છે અને અહીં ક્રિકેટ રમી રહ્યા છે. જેમાં કોરોના ગાઈડલાઈન્સનો ભંગ થઇ રહ્યો છે. ત્યારે લોકો આવી બેદરકારી બિલકુલ ન રાખે તે ખુબ જ જરૂરી બન્યું છે. થોડા દિવસ પહેલા પણ આ જ ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર મોટી સંખ્યામાં યુવાનો ક્રિકેટ રમવા માટે એકત્ર થયા હતા. પોલીસને જાણ થતાની સાથે જ પીસીઆર વાન જ્યારે ગ્રાઉન્ડ પર ગઈ હતી ત્યારે નાસભાગ મચી ગઇ હતી.

થોડા દિવસ પહેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં પોલીસ પહોંચતા ભાગદોડ મચી ગઈ હતી.
થોડા દિવસ પહેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં પોલીસ પહોંચતા ભાગદોડ મચી ગઈ હતી.

તંત્ર સજાગ પણ સુરતીઓ બેદરકાર
એક તરફ કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા રહેલી છે ત્યારે ત્રીજી લહેરને લઈને તંત્ર સજાગ થઇ ગયું છે. ખાસ કરીને બાળકો સંક્રમિત થઈ શકે અહેવાલો મળી રહ્યા છે. જેને લઈને તંત્ર દ્વારા નર્સિંગ સ્ટાફથી લઈને તબીબો સાથે બેઠકો કરવામાં આવી રહી છે અને તૈયારીઓ અગાઉથી જ કરવામાં આવી રહી છે. ત્યારે લોકોની આવી બેદરકારી ભારી પડી શકે છે અને કોરોનાની ત્રીજી લહેર પણ આવી શકે છે.