તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાને હરાવવાની ખુશી:સુરતમાં આઇસોલેશન સેન્ટરમાંથી કોરોનાને હરાવી યુવક વરઘોડારૂપે ઘરે પહોંચ્યો, લોકોએ ટીકાઓનો વરસાદ કર્યો

સુરત10 દિવસ પહેલા
કોરોનાને હરાવવાની ખુશીમાં સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું.
  • વરરાજાની માફક વરાછાથી મોટા વરાછા સુધી વરઘોડો કાઢ્યો

કોરોના વચ્ચે હવે રિકવરી રેટમાં વધારો થઈ રહ્યો છે. સુરતના આઇસોલેશન સેન્ટરમાંથી સાજા થઈને નીકળેલા દર્દીના વરઘોડાનો વીડિયો વાઇરલ થતાં લોકોએ ટીકાનો વરસદા કર્યો છે. સુરતના મોટા વરાછા વેલંજા ગામમાં રહેતા કેતન રંગાણી કોરોના પોઝિટિવ થતા વરાછા આઇસોલેશન સેન્ટરમાં દાખલ થયો હતો. કેતનને 7 થી 8 દિવસ સુધી સારવાર લીધા બાદ સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યો હતો. કોરોનાને હરાવવાની ખુશીમાં તે વરરાજાની માફક વરાછાથી મોટા વરાછા સુધી તેમના ઘરે ઘોડી પર બેસી વરઘોડારૂપે નીકળ્યો હતો.

વરઘોડો કાઢતા લોકોએ ટીકા કરી
આઇસોલેશન સેન્ટરમાં કોરોના પોઝિટિવ થયા બાદ 28 વર્ષીય કેતન રંગાણીએ કોરોનાને માત આપી ઘરે પરત ફરતા તેમના પરિવારજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પરિવાર અને મિત્રો પણ વરઘોડામાં હાથમાં રાષ્ટ્રીય ધ્વજ લઈને ભારત માતાકી જયના નારા સાથે ઘર તરફ નીકળ્યા હતા. કેતનએ સારવાર લીધા બાદ કોરોના કેટલો ભયાવહ છે જાણે તે ભૂલી ગયો હોય તે રીતે વરઘોડો કાઢીને નીકળતા કેટલાક લોકોએ તેની ટીકા પણ કરી હતી.

વરઘોડામાં સાથી મિત્રો પણ જોડાયા હતા.
વરઘોડામાં સાથી મિત્રો પણ જોડાયા હતા.

વરઘોડામાં સોશિયલ ડિસ્ટન્સ ભૂલી ગયા
આઇસોલેશન સેન્ટરમાંથી સારવાર લીધા બાદ આ રીતે વરઘોડો કરવો યોગ્ય લાગતું નથી. તેની સાથે જોડાયેલા તેના મિત્રો અને પરિવારજનો પણ જાણે સોશિયલ ડિસ્ટન્સ ભૂલી ગયા હોય તે રીતે જોવા મળ્યા હતા. શહેરની પરિસ્થિતિની ગંભીરતા જોતા આ રીતે વધુ એ જોખમી છે .કોરોના સંક્રમણ આવી જ લાપરવાહીના કારણે સુરત શહેરમાં વિકરાળ બન્યો છે.

યુવકે તિરંગા સાથે વરઘોડો કાઢ્યો હતો.
યુવકે તિરંગા સાથે વરઘોડો કાઢ્યો હતો.

યુવક આઇસોલેશન સેન્ટરમાં સેવા કરશે
કેતલ રંગાણીએ જણાવ્યું કે જે આઇસોલેશન સેન્ટરમાં હું સારવાર થઈને સાજો થયો છું એ જ આઈસોલેશન સેન્ટરમાં સેવા આપવા માટેનો નિર્ણય કર્યો છે. તેમણે કરેલી સેવાના કારણે આજે હું ઘરે પરત ફરી શક્યો છું. તેથી માત્ર આભાર માનીને તેમની સેવાનો નથી ચૂકવવાનો પરંતુ ખરા હૃદયથી એજ આઇસોલેશન સેન્ટરમાં સેવા આપીને અન્ય દર્દીઓ માટે પણ મદદરૂપ થવા ઈચ્છું છું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો