પહેલ:18 થી 65 વયના લોકો માટે કોરોનાનો વિનામુલ્યે વીમો, 1 લાખની પોલીસી 5 મે સુધીમાં લઈ શકાશે

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઓનલાઈન પોલિસી લેવી પડશે, ભરેલું પ્રીમિયમ 8મીથી પરત અપાશે

સેવાભાવી સંસ્થા મુક્તિતિલક ફાઉન્ડેશન દ્વારા શહેરના બધા જ સમાજના 18થી 65 વર્ષ સુધીના લોકો માટે સી.આર. પાટીલ કોરોના કવચ વીમા યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જેની શરૂઆત 1લી મેના રોજ ગોપીપુરા વિસ્તારમાં આવેલી રત્નસાગર જૈન વિદ્યાશાળામાં સવારે 10 કલાકે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવશે.

મુક્તિતિલક સંસ્થાના સુરેશ શાહે જણાવ્યું હતું કે, શહેરના 18 થી 65 વર્ષ સુધીના તમામ લોકો આ વીમાં કવચ લઈ શકશે. સુરતીઓએ એસ.બી.આઈ. લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીની કોરોના રક્ષક પોલિસી લેવાની રહેશે. જેની ટર્મ 195 દિવસની છે. વિમાની રકમ 1 લાખની રહેશે. લોકોનો સમય બચે જેથી બધાએ જાતે જ ઓનલાઇન પોલિસી લેવાની રહેશે. 1થી 5 મે દરમિયાન લેવાયેલી પોલિસીનું પ્રીમિયમ મુક્તિતિલક ફાઉન્ડેશન પરત કરશે.

પોલિસી લેતી વખતે પ્રીમિયમ ઓનલાઇન ભરવાનું રહેશે. વીમાની પોલિસી મળે ત્યારે તેની ઝેરોક્ષ, આધારકાર્ડ લઈ મુક્તિતિલક ફાઉન્ડેશનની ઓફિસે આવી સંસ્થાનું એક ફોર્મ ભરી જમા કરાવીને ચૂકવેલી પ્રીમિયમની પૂરેપૂરી રકમ પરત મેળવી શકાશે. એમણે વધુમાં જણાવ્યું હતું કે, પોલિસી માત્ર કોરોનાની સારવાર માટેની છે. જો દસ હજાર લોકો આ પોલિસી લેશે તો પ્રીમિયમની રકમ એક કરોડ જેટલી થશે જે મુક્તિતિલક ફાઉન્ડેશન સંસ્થા પરત કરશે.

ગોપીપુરાની ઓફિસેથી પ્રીમિયમ પરત લઈ શકાશે
1થી 5 મે દરમિયાન લેવાયેલી પોલિસીના પ્રીમિયમની રકમ 8મી તારીખથી સવારે 11થી 5 દરમિયાન ગોપીપુરામાં આવેલી મુક્તિફાઉન્ડેશનની ઓફિસ પરથી પરત લેવાની રહેશે. શનિવારે યોજાનાર સમગ્ર કાર્યક્રમનું પ્રસારણ લાઇવ કરાશે. જ્યાં પોલિસી અંગેની તમામ માહિતી દર્શકોને આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...