• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Corona Floods In Schools, 300 Students Infected In 10 Days, Odd Even Started In Many Schools, IMA Surat Says, 'Close Offline Schools'

શાળામાં કોરોના પ્રવેશ:સ્કૂલોમાં કોરોનાનો ભરડો, 10 જ દિવસમાં 300 વિદ્યાર્થી સંક્રમિત, ઘણીખરી સ્કૂલોમાં ઓડ-ઇવન શરૂ, IMA-સુરતે કહ્યું, ‘ઓફલાઇન સ્કૂલો બંધ કરો’

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બુધવારે આવેલા કેસમાંથી ડીપીએસ સ્કૂલના 7 સહિત 58 વિદ્યાર્થી પોઝિટિવ, સેવન્થ ડે, SD જૈનમાં પણ 3-3 કેસ
  • જે સ્કૂલમાં બેથી વધુ કેસ મળ્યા છે તેવી શહેરભરની 20 સ્કૂલો પાલિકાએ એક સપ્તાહમાં બંધ કરાવી છે

શહેરમાં બુધવારે ડીપીએસ સ્કૂલના 7 અને સેવન્થ ડે, એસડી જૈનના 3-3 મળી નવા 58 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે. પાલિકાના ડેટા મુજબ, 10 દિવસમાં 17 વર્ષ સુધીના કુલ 300થી વધુ વિદ્યાર્થી સંક્રમિત થઈ ચુક્યા છે. છેલ્લા સપ્તાહમાં બેથી વધુ કેસ મળ્યા હોય તેવી 20 સ્કૂલો પાલિકાએ બંધ કરાવી છે.

બીજીતરફ, શહેરની 900માંથી ઘણીખરી સ્કૂલોમાં ઓડ-ઇવન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. કેટલીકે રિશેસમાં ક્લાસમાં જ બેસવાનો નિયમ પણ બનાવ્યો છે. તો કેટલીક સ્કૂલ એક બેન્ચ પર એક વિદ્યાર્થીને જ બેસાડે છે. એકમ કસોટી કે વેક્શિનેશન ચાલુ હોવાથી પણ ઘણી સ્કૂલ રેગ્યુલર ચાલી રહી છે. દરમિયાન, IMA સુરતના પ્રમુખ ડો. અશોક પટેલે જણાવ્યું કે, હાલની પરિસ્થિતિ જોતાં એજ્યુકેશન ઓનલાઇન કરી દેવું જોઈએ. પૂર્વ પ્રમુખ ડો. હિરલ શાહે પણ કહ્યું હતું કે, ઓફલાઇન શિક્ષણ બંધ થવું જોઈએ.

સંચાલકો શું કહે છે : કેટલીક સ્કૂલોએ વિદ્યાર્થીઓને રિસેશમાં ક્લાસરૂમ બહાર જવા પર પાબંદી મુકી

15-15ની બેચ બનાવી સેજલબેન, આચાર્ય, જી.ડી. ગોએન્કા
​​​​​​​ ઓડ ઇવન ક્લાસ શરૂ થઇ ગયા છે. વર્ગ દીઠ 15-15 વિદ્યાર્થીઓનો બેચ બનાવાયા છે. જેઓ એકાંતરે સ્કૂલ આવશે. ગેટ પર જ વિદ્યાર્થીઓનું સ્કેનિંગ કરાય છે.

તબીબ હાજર રહે છે, સંજય મહેતા, સંચાલક, કંટ્રી સાઇડ
1 ડોક્ટર વિદ્યાર્થીઓનું રોજ ચેકઅપ કરે છે. સ્કૂલની એમ્બ્યુલન્સમાં જ ઘર સુધી પહોંચાડાશે. ઓડ ઇવન ઉપરાંત રિશેષમાં પણ વિદ્યાર્થીઓ ક્લાસમાં જ રહે છે.

1 સપ્તાહથી ઓડ-ઈવન, જગદિશ ઇટાલિયા, સંચાલક સંસ્કાર ભારતી
ઓડ ઇવન સિસ્ટમ સપ્તાહથી શરૂ છે. 1 દિવસ વિદ્યાર્થી અને 1 દિવસ વિદ્યાર્થિનીને બોલાવાય છે. રિશેષમાં પણ વિદ્યાર્થીઓ માસ્ક પહેરે તેનું ધ્યાન રખાય છે.

1થી 10 ઓનલાઇન છે, વિજયભાઇ, સંચાલક LPD હાઇસ્કૂલ
​​​​​​​ હાલ 1થી 10 ધોરણ સંપૂર્ણ ઓનલાઇન છે. જ્યારે 11 અને 12 માટે ઓડ ઇવન શરૂ કરી દેવાયું છે. સંખ્યા ઓછી હોવાથી 1 બેન્ચ પર 1 જ વિદ્યાર્થીને બેસાડવામાં આવે છે.

સપ્તાહથી 50% હાજરી, મહેશ રામાણી, આશાદીપ હાઇસ્કૂલ
​​​​​​​ ધોરણ 11-12ની હવે પરીક્ષા હોવાથી થોડા દિવસોમાં અભ્યાસ બંધ કરાશે. અઠવાડિયાથી 50 ટકા હાજરી રખાય છે. મોટાભાગના વિદ્યાર્થીને રસી અપાઈ ગઈ છે.

વાનનો ખર્ચ વધુ લાગે છે, જયસુખ કથીરિયા, સનગ્રેસ સ્કૂલ
વિદ્યાર્થીઓને તારીખ પ્રમાણે ઓડ ઇવન બોલાવાઈ રહ્યા છે. 1 બેંચ પર 1 જ વિદ્યાર્થી છે. પરંતુ વાલીઓ ટ્રાન્સ્પોટેશન ઓછું કરવા માગણી કરી રહ્યા છે.

ઓડ ઈવન જ ચાલે છે, મહેશ પટેલ, સંચાલક, વિદ્યાકુંજ સ્કૂલ
અમારી સ્કૂલમાં હાલમાં જ વિદ્યાર્થીઓ માટે ઓડ ઇવન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. પરિસ્થિતિ સુધરે ત્યાં સુધી આ રીતે જ અભ્યાસ કરાવવામાં આવશે.

1 બેંચ પર 1 જ વિદ્યાર્થી, પરેશ પટેલ, પીપી સવાણી
​​​​​​​સ્કૂલ રેગ્યુલર જ છે. સાથે ઓનલાઇન પણ ચાલે છે. જોકે માસ્ક તથા સેનેટાઇઝરનું ધ્યાન રખાય છે અને 1 બેંચ પર 1 જ વિદ્યાર્થીને બેસાડવામાં આવે છે.

ઓડ ઇવન કરાશે, પિન્કીબેને, આચાર્ય જીવનભારતી
​​​​​​​એકમ કસોટી, વેક્સિનેશન હોવાથી સ્કૂલ રેગ્યુલર જ છે. જોકે, પરિસ્થિતને ધ્યાને લઇને ઓડ ઇવન પ્રમાણે સ્કૂલ ચલાવવા માટેની તૈયારીઓ શરૂ કરી છે.

બધુ રેગ્યુલર જ છે, વિજય પટેલ, આચાર્ય, ભૂલકાં ભવન
અગાઉ ઓડ ઇવન હતું, પણ હાલમાં એકમ કસોટી અને રસીને કારણે બધુ રેગ્યુલર છે. ધોરણ 11-12માં સંખ્યા ઓછા હોવાથી સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ છે.

અઠવાડિયામાં આ સ્કૂલોમાં શિક્ષણ કાર્ય બંધ કરાવાયું
​​​​​​​સુરત : SD જૈન, શ્રી શ્રી રવિશંકર, લુડસ કોન્વેન્ટ, ફાઉન્ટેન હેડ, તાપ્તીવેલી, DPS, GD ગોએન્કા, JH અંબાણી, LP સવાણી, સેવન્થ ડે, અગ્રવાલ વિદ્યાવિહાર, એસ્સાર ઇન્ટરનેશનલ, PP સવાણી, રિવરડેલ, વનિતા વિશ્રામ, મહેશ્વરી વિદ્યાલય, તક્ષશીલા સ્કૂલ, ગુરૂકૃપા સ્કૂલ, પાંડેસરા પ્રાથમિક સ્કૂલ, સુમન સ્કૂલ-ડીંડોલી, ભૂલકાંભવન, ભૂલકાંવિહાર, ગજેરા, તપોવન, જીવનભારતી, સંસ્કારદીપ, લોકમાન્ય, ડાયમંડ સ્કૂલ.

આ સ્કૂલ-કોલેજના 58 વિદ્યાર્થી સંક્રમિત
​​​​​​​

DPS7
રાયન3
ફાઉન્ટેડહેડ3
VNSGU2
શાધના સ્કૂલ3
સ્કેટ3
એલેન કલાસ3
JH અંબાણી3
અગ્રવાલ સ્કૂલ3
SD જૈન3
તાપ્તીવેલી2
ગુરુકૃપા4
એક્સપરિમેન્ટલ4
સેવન્થ ડે4
સુમન નવાગામ4
સંસ્કાર દીપ2
GD ગોઇન્કા2
PP સવાણી2
વનિતા વિશ્રામ2
સંસ્કાર ભારતી2
લોકમાન્ય સ્કૂલ2
ગજેરા સ્કૂલ2
તપોવન સ્કૂલ2
ડાયમંડ સ્કૂલ2

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...