કોરોના વાઈરસ / અમદાવાદ બાદ સુરત બન્યું ડેથસ્પોટ, મોતનો આંકડો 600ને પાર, છેલ્લા 31 દિવસમાં જ 400 મોત

Corona death toll in surat has crossed 600, with 400 deaths in the last 31 days alone
X
Corona death toll in surat has crossed 600, with 400 deaths in the last 31 days alone

  • પહેલું મોત 21 માર્ચે થયું હતું, 200નો આંકડો 1 જુલાઇએ પાર થયો હતો
  • જુલાઈ મહિનામાં 9, 6, 7 અને 9 દિવસમાં 100-100 દર્દીના મોત થયા

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 12:12 PM IST

સુરત. શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. આ સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. જેમાં હાલ સુરત શહેર જિલ્લામાં કોરોનાથી મોતનો આંકડો 609 પર પહોંચી ગયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા 31 દિવસમાં જ 400 મોત નોંધાયા છે. જ્યારે છેલ્લા 9 જ દિવસમાં 100 મોત નોંધાયા છે.

પહેલા 100 મોત 83 દિવસે નોંધાયા હતા
21 માર્ચના રોજ સુરતમાં કોરોનાથી પ્રથમ વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ત્યારથી લઈને અત્યાર સુધીમાં 609 વ્યક્તિઓના કોરોનાથી મૃત્યુ થયા છે. જેમાં 21 માર્ચથી 13 જૂન સુધી એટલે કે, 83 દિવસમાં 103 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે 14 જૂનથી 1 જુલાઈ એટલે કે, માત્ર 17 જ દિવસમાં મૃત્યુઆંક 103 વધીને 206 થયો હતો. ત્યાર બાદ શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો હતો.

11 જુલાઈથી 16 જુલાઈ સુધી 6 દિવસમાં વધુ 100 મોત
2 જુલાઈથી 10 જુલાઈ એટલે કે, માત્ર 9 જ દિવસમાં મૃત્યુઆંક 100 વધીને કુલ મૃત્યુઆંક 310 થયો હતો. 11 જુલાઈથી 16 જુલાઈ સુધી 6 દિવસમાં વધુ 100 મોત સાથે મૃત્યુઆંક 401 થયો હતો. 17 જુલાઈથી 23 જુલાઈ સુધી 7 દિવસમાં વધુ 100ના મોત સાથે મૃત્યુઆંક 509 થયો છે. ત્યારબાદ 24 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી 9 દિવસમાં વધુ 100ના મોત સાથે મૃત્યુઆંક 609 પર પહોંચ્યો છે.

જુલાઈ મહિનામાં જ 400 મોત નોંધાયા
ગતરોજ એક જ દિવસમાં સુરત શહેર જિલ્લામાં 12 કોરોના પોઝિટિવ દર્દીઓના મોત નીપજ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 609 લોકોએ કોરોનાના પગલે જીવ ખોયો છે. જેમાં જુલાઈ મહિનાના 31 દિવસમાં જ 400 મોત નોંધાયા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી