તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખો પ્રયાસ:કોરોનાએ સમૂહલગ્નનો અર્થ બદલ્યો 200 યુગલો એક જ સમયે પોતાના ઘરે જ લગ્નગ્રંથિથી જોડાશે

સુરત4 મહિનો પહેલાલેખક: મનોજ તેરૈયા
 • કૉપી લિંક
 • લાઈવ પ્રસારણથી સગા-સંબંધીઓ નવયુગલોને આશીર્વાદ આપશે
 • એક દીકરીના પરિવારને સમાજ અને સરકાર તરફથી મળી 20-20 હજારની સહાય કરાશે

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સુરતમાં છેલ્લા 37 વર્ષથી સમૂહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 1983થી અત્યાર સુધીમાં10 હજારથી વધારે યુગલો સમૂહ લગ્ન સમારોહમાં લગ્નગ્રંથિથી જોડાય ચૂક્યા છે. આ વર્ષે કોરોનાને લીધે મોટા સમારંભ નહીં કરાતા હોવાના કારણે સમૂહ લગ્નનું આયોજન એક સ્થળે થતું તે બંધ રાખીને દરેક કન્યાના પોતાના આંગણે લગ્ન થાય તેવું આયોજન સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા કરવામાં આવ્યું છે.

સંસ્થાના પ્રમુખ કાનજીભાઇ ભાલાળાએ જણાવ્યું હતું કે ખરેખર અત્યારના સમયમાં સમાજના દરેક વર્ગના લોકોને આર્થિક મુશ્કેલી નડતી હોય છે તેથી આ વર્ષે સમૂહ લગ્ન બંધ રાખીએ તો મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોને મળવો જોઇએ તે લાભથી તેઓ વંચિત રહી જાય નહીં તે માટે અમારા ટ્રસ્ટી મંડળે આયોજન કરી એવું નક્કી કર્યું કે જે દીકરી સમૂહ લગ્નમાં જોડાશે તેને પટેલ સમાજ તરફથી 20,000 રૂપિયાની રોકડ સહાય અને સરકાર તરફથી મળતી કુંવરબાઈનું મામેરું યોજનામાંથી 10000 રૂપિયા અપાવવા માટેની સંપૂર્ણ કાર્યવાહી પણ અમે કરીશું તે ઉપરાંત સમૂહ લગ્ન હોવાથી સરકાર તરફથી સમૂહ લગ્નના સાત ફેરા યોજના અંતર્ગત પણ 10000 રૂપિયાની સહાય મળતી હોય છે.

એક દીકરીના પરિવારને 20 હજાર સમાજવતી અને 20 હજાર સરકાર તરફથી કુલ મળીને 40000 રૂપિયાની આર્થિક સહાય મળે તેવો અમારો પ્રયાસ છે તે ઉપરાંત કદાચ અમારા ટ્રસ્ટી મંડળ દ્વારા નક્કી કરવામાં આવશે અને દાતાઓ તૈયાર થશે તો કરિયાવરની કોઈ વસ્તુઓ પણ આપવામાં આવશે. સમાજમાં સમૂહ લગ્ન અંગેની જાહેરાત કરીશું. આ વખતના સમૂહ લગ્નમાં અંદાજિત 150થી 200 યુગલો જોડાઈ તેવી શક્યતાઓ છે. જોકે અમારી સંસ્થા દ્વારા 500 યુગલોના લગ્ન સુધી તૈયારી છે.

પરંતુ સમૂહલગ્નમાં જોડાનાર પરિવારે કોવિડ 19ની ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે બંને પક્ષ તરફથી 50-50 વ્યક્તિઓની હાજરી. સામાજિક અંતર, માસ્ક બાંધવું, સેનેટાઈઝ કરવું વગેરે તેમજ બેન્ડ, બગ્ગી, ફટાકડા અન્ય ખર્ચ નહીં કરવા તેવી પણ અમે સૂચના આપીશું. સમૂહ લગ્નના દરેક મંડપ પર સમાજના એક પ્રતિનિધિ હાજરી આપશે તે ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી અથવા ના. મુખ્યમંત્રી કે કોઈ સમાજના આગેવાનોના આશીર્વાદ પણ ઓનલાઇન આપશે.

સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા લાઈવ પ્રસારણ કરીને સુરત ઉપરાંત ગુજરાત અને દુનિયાના બધા લોકો યુનિક સમૂહ લગ્નને માણી શકે તેવો પ્રયાસ કરાશે. તમામ યુગલોની લગ્ન પત્રિકા પટેલ સમાજ દ્વારા સામૂહિક રીતે છાપવામાં આવશે. 15 ફેબ્રુઆરી સુધીમાં લગ્નની નોંધણી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની ઓફિસ ખાતે કરાવવાની રહેશે. 28મી ફેબ્રુઆરીના રોજ સમૂહલગ્ન યોજવાનું સંસ્થાનું આયોજન છે.

200 સંસ્થાઓ લગ્ન સમારોહમાં કાર્ય કરશે
સમૂહ લગ્ન નોંધણીમાં પિતા વગરની દીકરી,ભાડાના મકાનમાં રહેતા અને ઓછી આવક ધરાવતા પરિવારોને પહેલું પ્રાધાન્ય અપાશે. સમૂહ લગ્ન સમારોહમાં સમાજની વિવિધ 200 જેટલી સંસ્થાઓના કાર્યકર્તાઓ અને સ્વયં સેવકો સમાજની ગાઈડ લાઈન મુજબ કાર્ય કરશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો