તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:કોરોનાના કેસ ઘટતા ડોમેસ્ટિક મુસાફરોની સંખ્યા વધી, 15 દિવસમાં 9 હજાર યાત્રીએ મુસાફરી કરી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 મહિના બાદ જૂનમાં સુરતથી દિલ્હી-કોલકાતા જનારા વધ્યા

માર્ચ, એપ્રિલ અને મે 3 માસમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. જો કે, જૂનમાં ઘટાડો થતા સુરત એરપોર્ટ હવે ફરી ધમધમ્યું છે. છેલ્લા 15 દિવસમાં સુરત એરપોર્ટથી 9 હજાર પેસેન્જરોની અવર જવર નોંધાય છે. સુરત એરપોર્ટના ડિરેક્ટર અમન સૈનીએ જણાવ્યું કે, કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. જેને કારણે ફરી એક વખત ડોમેસ્ટિક પેસેન્જરોની અવર જવર વધી છે. તા. 1થી 15 જૂન દરમિયાન સુરત એરપોર્ટથી 9472 પેસેન્જરોની અવર જવર નોંધાય છે. સુરત એરપોર્ટથી સૌથી વધારે પેસેન્જરો દિલ્હીની સાથે કોલકાતા જઈ રહ્યા છે. આ ફ્લાઇટમાં પેસેન્જર લોડ 60થી 70 ટકા મળી રહ્યો છે.

અમદાવાદમાં વરસાદ પડતા બે ફ્લાઇટ સુરત ડાઇવર્ટ કરાઇ
વાતાવરણમાં અચાનક પલટો આવતા અમદાવાદમાં વરસાદ પડયો હતો. જેને પગલે બે ફ્લાઇટને સુરત એરપોર્ટ પર ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. તે સાથે એક ચાર્ટર્ડ ફ્લાઇટ પણ સુરત એરપોર્ટ પર ડાયવર્ટ કરવાની ફરજ પડી હોવાનું એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું.

સુરતને વદોડરા એરપોર્ટ કરતા 3 લાખ વધુ યાત્રી મળ્યા
​​​​​​​છેલ્લા 6 વર્ષમાં આ વર્ષે 2020-21માં 564260 પેસેન્જર નોંધાયા છે. વડોદરા એરપોર્ટની સરખામણીએ 3 લાખ પેસેન્જર સુરતને વધુ મળ્યા છે. વડોદરા એરપોર્ટ પર 2020-21માં 267800 પેસેન્જર નોંધાયા છે. વી વોન્ટ વર્કિંગ એટ સુરત એરપોર્ટના સૂત્રોએ કહ્યું, કોરોનાના કહેરમાં વડોદરા એરપોર્ટ કરતા સુરત એરપોર્ટને વધુ યાત્રી મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...