તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસ 200% વધ્યા જ્યારે વેક્સિન લેનારાની સંખ્યા 39% જ વધી

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેરમાં 10 માર્ચે 161 કેસ હતા અને રસી લેનારાની સંખ્યા 8620 હતી, 24 માર્ચે કેસ વધીને 480 થયા તેની સામે 12011 લોકોએ રસી મુકાવી
 • ક્વોરન્ટાઇનનો ભંગ કરી બહાર ફરતા 3 પોઝિટિવ દર્દી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

બુધવારે કોરોનાના નવા 582 કેસ નોંધાયા હતા જ્યારે બે દર્દીના મૃત્યુ થયા હતા, જેમાંથી 480 કેસ સુરત શહેરમાં અને 102 કેસ જિલ્લામાં નોંધાયા હતા. આ સાથે શહેરમાં અત્યાર સુધીના કુલ કેસની સંખ્યા 60222 નોંધાઇ છે. બીજી તરફ છેલ્લા 15 દિવસમાં શહેરમાં કોરોનાના કેસમાં 198 ટકાનો વધારો નોંધાયો છે. એટલે કે ગત 10 માર્ચે કેસની સંખ્યા 161 હતી જે 24 માર્ચે વધીને 480 સુધી પહોંચી ગઇ છે. તે જ રીતે વેક્સિન લેનારાની સંખ્યા છેલ્લા 15 દિવસમાં માંડ 39 ટકા જ વધી છે. 10 માર્ચે વેક્સિન લેનારા કુલ 8620 લોકો નોંધાયા હતા જે વધીને 24 માર્ચે સંખ્યા 12011 થઇ હતી. કેસ વધવાની સાથે સાથે પાલિકાએ વેક્સિનેશનની કામગીરી વધુ અને ઝડપથી થાય તે માટે પણ પ્રયાસો શરૂ કર્યા છે.

વેપારીઓની ક્વોરન્ટાઇનમાંથી મુક્તિની માંગ ન સ્વિકારી
બુધવારે પાલિકા કમિશનર અને ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ વચ્ચે મિટિંગ યોજાઇ હતી જેમાં વેપારીઓની રજૂઆત હતી કે બહારથી આવતા વેપારીઓને 7 દિવસ ક્વોરન્ટાઇનમાંથી મુક્તિ આપવામાં આવે. જોકે કમિશનર તેમની વાત સાથે સંમત થયા ન હતા અને હોળી સહિતના કાર્યક્રમો ન ઉજવવા પણ તાકીદ કરી હતી. આ ઉપરાંત માર્કેટમાં કામ કરતા 45 વર્ષથી ઉપરના તમામ વેપારીઓને ફરજિયાત વેક્સિન મુકાવવા તાકીદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો