તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:કોરોનાના કેસ ઘટ્યા, સિવિલના 10માંથી 9 માળ બંધ કરી દેવાયા, 1 માળ પર માત્ર 30 દર્દીઓ દાખલ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
દર્દીઓ ઘટતાં 10 માળની બિલ્ડિંગમાંથી 9 બંધ કરાયા. - Divya Bhaskar
દર્દીઓ ઘટતાં 10 માળની બિલ્ડિંગમાંથી 9 બંધ કરાયા.
  • સિવિલમાં 30 અને સ્મીમેરના 17 દર્દી મળી કુલ 52 દર્દી જ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે
  • 13 મહિના બાદ શહેર-જિલ્લામાં સૌથી ઓછો 14 કેસ નોંધાયા, મ્યુકરનો નવો કેસ નહીં નોંધાયો
  • ઉધના ઝોનમાં એકપણ કેસ નહીં, 5 ઝોનમાં માત્ર 1 કેસ, રાંદેરમાં સૌથી વધુ 4 પોઝિટિવ

શહેર-જિલ્લામાં સતત ઘટી રહેલા કોરોનાના કેસના કારણે સિવિલ અને સ્મીમેરની કોવિડ હોસ્પિટલમાં બેડ ખાલી થઈ ગયા છે. હાલ માત્ર 52 દર્દી જ બંને હોસ્પિટલમાં દાખલ છે. સોમવારે સિવિલમાં માત્ર 30 અને સ્મીમેરમાં 17 દર્દી જ દાખલ હતા. સિવિલની કિડની હોસ્પિટલ બિલ્ડિંગ બાદ હવે સ્ટેમસેલ બિલ્ડિંગ પણ ખાલી થઈ ગઈ છે. સ્ટેમસેલ બિલ્ડિંગના 10 માળમાંથી માત્ર પાંચમાં માળે જ દર્દીઓ દાખલ કરાઈ રહ્યા છે. તે સિવાય બાકીના માળ બંધ કરી દેવાયા છે.

શહેર-જિલ્લામાં કોરોનાના વધુ 14 કેસ, કોઈ મોત નહીં, 117 સાજા થયા
સોમવારે શહેરમાં 11 અને જિલ્લામાં 3 મળી કોરોનાના વધુ 14 કેસ નોંધાયા છે. 13 મહિના બાદ શહેર જિલ્લામાં 14 કેસ નોંધાયા છે. શહેર જિલ્લામાં કોરોનાના કુલ 143198 કેસ નોંધાયા છે. સોમવારે શહેર-જિલ્લામાં એકપણ દર્દીનું કોરોનાથી મોત થયું ન હતું. શહેર -જિલ્લામાં કુલ મૃતાંક 2110 છે. સોમવારે શહેરમાંથી 101 અને જિલ્લામાંથી 16 મળી કુલ 117 દર્દીઓ સાજા થયા હતા. હાલ કુલ 506 એક્ટિવ કેસ છે. સોમવારે 5 ઝોનમાં 1-1 કેસ, ઉધનામાં ઝીરો અને રાંદેરમાં સૌથી વધુ 4 કેસ નોંધાયા હતા.

મ્યુકરના 5 દર્દીની સર્જરી , 4ને રજા આપવામાં આવી
​​​​​​​શહેરની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં સોમવારે મ્યુકરનો નવો દર્દી દાખલ થયો ન હતો. સિવિલમાં 5 દર્દીની સર્જરી કરાઈ હતી. બંને હોસ્પિટલમાંથી 4 દર્દીને રજા અપાઈ હતી.સિવિલમાં હાલ 48 અને સ્મીમેરમાં 33 દર્દી દાખલ છે. અત્યાર સુધીમાં સિવિલમાંથી કુલ 137 અને સ્મીમેરમાંથી 80 દર્દીને રજા અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...