તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:કોરોનાના કેસો સહસ્ત્રને પાર : 23 પોઝિટિવ, વધુ 3નાં મોત

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • 6 મહિનાની બાળકી સહિત 6 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતાં ડિસ્ચાર્જ
 • કોરોનાથી શહેર અને જિલ્લામાં અત્યાર સુધી કુલ 43 દર્દીનાં મોત
 • ગંભીર બીમારીઓ સાથે કોરોના સામે લડી રહેલા વધુ ત્રણ દર્દીઓ મોતને ભેટયા

સિવિલ હોસ્પિટલમાં ગંભીર બીમારીઓ સાથે કોરોના સામે લડી રહેલા વધુ ત્રણ દર્દીઓના બુધવારે મોત નિપજ્યા હતા. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામનારાઓનો આંકડો 43 થઈ ગયો છે. બુધવારના રોજ શહેરમાં 22 અને જિલ્લામાં 1 મળી શહેર જિલ્લામાં બુધવારે કોરોનાના વધુ 23 કેસ પોઝિટિવ નોંધાતા કુલ દર્દીઓની સંખ્યા 1007 થઇ છે. આ સાથે જ સિવિલ હોસ્પિટલમાંથી 6 મહિનાની બાળકી સહિત શહેર અને જિલ્લામાંથી 6 જેટલા દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ જતા તેમને રજા આપી દેવામાં આવી છે. બુધવારે સામે આવેલા પોઝિટિવ કેસોમાં મેડીકલ રિપ્રેઝન્ટેટીવ, ડેરી સંચાલક અને શાકભાજી વિક્રેતા તેમજ પુણે ખાતેની ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતા યુવક અને તેની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 
કેસ-1 - ભાઠેનાના અબ્દુલ જલીલ શેખ ડાયાબિટીસથી પીડાતા હતા
ભાઠેના રાજ નગર ખાતે રહેતા અબ્દુલ જલીલ શેખ(54) ડાયાબિટીસ અને બ્લડ પ્રેસર થી પીડાતા હતા. ગઈ તા.6 મેના રોજ તેમને કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમની સારવાર ચાલી રહી હતી. દરમિયાન આઈસીયુમાં વેન્ટીલેટર પર સારવાર દરમિયાન તેમનું મંગળવારે રાત્રે મોત નિપજ્યું હતું. 

કેસ-2 - ઉધનાના 63 વર્ષીય વૃદ્ધા ઇશરતને કિડનીની બીમારી હતી
ઉધના દસ્તગીર નગર ખાતે રહેતા ઈશરત ભટુર ખાન(63)ને કિડનીની બીમારી હતી. 12 મેના રોજ કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે તબિયત લથડતા તેમને સિવિલમાં દાખલ કરાયા હતા. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમની તબિયત વધુ ગંભીર થઈ હતી. સેપ્ટીસેમીયા પણ થઈ ગયું હતું. તેઓ વેન્ટીલેટર પર હતા. બુધવારે સવારે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

કેસ-3 - વરાછાના 82 વર્ષીય હિરજીભાઇને આંતરડાનું કેન્સર હતુ
વરાછા વૈશાલી સિનેમા પાસે રહેતા હિરજીભાઈ બી વિરોસા(82)ને શ્વાસની બીમારી તેમજ આંતરડાનું કેન્સર હતું. તા.9 મેના રોજ તેમની તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા સેમ્પલ તપાસ માટે  મોકલયા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.દરમિયાન મંગળવારે રાત્રે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. 

મેડીકલ ‌રિપ્રેઝન્ટેટીવને કોરોનાનો ચેપ લાગ્યો
કોસાડ ‌‌શિવમ રો-હાઉસમાં રહેતા ‌કિરીટભાઈ મંજીભાઈ પટેલ (45) મેડીકલ રિપ્રેઝન્ટેટીવ છે. માર્કેટીંગ માટે તેમને હોસ્પિટલોમાં જવાનું થતું હતું. કિરીટભાઈને શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના સેમ્પલ લઈ તપાસ માટે મોકલાતા જેનો રિપોર્ટ બુધવારે પોઝિટિવ આવ્યો હતો. 

ડેરી સંચાલક અને શાકભાજી ‌વિક્રેતા થયા સંક્રમીત 
ઉમરવાડા ટેનામેન્ટમાં રહેતા ‌નિતાબેન દેવાંગભાઈ મોદી (52) દુધની ડેરી ચલાવે છે. શંકાસ્પદ લક્ષણો જણાતા સેમ્પલ લેવાતા જેનો ‌રિપોર્ટ પો‌ઝિટીવ આવ્યો હતો. કોસાડ આવાસમાં રહેતા મુન્ના બાકેલાલ ચોર‌સિયા (32) શાકભાજી ‌વિક્રેતા છે.બુધવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ફાયનાન્સ કંપનીમાં કામ કરતા યુવક અને તેની પત્નીને કોરોના
‌દિલ્હીગેટ ગલેમંડીમાં રહેતા ભા‌વિકભાઈ રમેશભાઇ જરીવાલા (30) પુણેની ફાયનાન્સ ‌કંપનીમાં નોકરી કરતા હતા. હાલ તેઓ સુરતમાં આવ્યા હોય તેમના અને તેમની પત્ની સ્પીનાબેનના સેમ્પલ લેવાયા હતા. જેમાં પતિ-પત્ની બન્નેનો રિપોર્ટ પો‌ઝિટીવ આવ્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો