તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Corona Cases Are Increasing 4 Times In Surat, If The Situation Is Not Brought Under Control Soon, The Medical Structure In Surat Will Collapse

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બહુ મોડું થાય તે પહેલા ‘સુરત’ને બચાવી લો:કોરોનાના કેસ 4 ગણા વધી રહ્યા છે, ટૂંક સમયમાં સ્થિતિ કાબુમાં નહીં આવે તો તબીબી માળખું ભાંગી પડશે

સુરત5 દિવસ પહેલા
  • કૉપી લિંક
સરકારી હોસ્પિટલ : દર્દીઓ લોબીમાં, વોર્ડ સુધી લઇ જવા એટેન્ડન્ટ નથી - Divya Bhaskar
સરકારી હોસ્પિટલ : દર્દીઓ લોબીમાં, વોર્ડ સુધી લઇ જવા એટેન્ડન્ટ નથી
  • શહેરની હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી પડ્યો, રેમડેસિવીર ઇન્જેક્શન મળતા નથી , 5 જ દિવસમાં 106નાં મોત થયા છે

શહેરની હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી પડ્યો છે જ્યારે કોરોના સામે રક્ષણ આપતા રેમડેસિવીર ઇન્જેક્શન પણ મળતા નથી. કેસની સંખ્યા પણ ચાર ગણી વધી ગઇ છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે છેલ્લા 5 જ દિવસમાં 106 દર્દીનાં મૃત્યુ થયા છે, જોકે તંત્રએ રેકર્ડ પર માંડ 30 મોત બતાવ્યા છે. આગામી 10 દિવસમાં જો સ્થિતિ કાબુમાં નહીં આવે તો સુરત શહેરમાં તબીબી માળખું ભાંગી પડવાના આસાર ડોક્ટરોએ વ્યક્ત કર્યા છે. ડોક્ટરોના કહેવા મુજબ સ્વૈચ્છિક લોકડાઉન અથવા ચુસ્તતાથી ગાઇડલાઇન્સના અમલની જરૂર છે. જે દર્દીઓને ઓક્સિજનની જરૂર નથી તેવા તમામને પણ હોટલોમાં શિફ્ટ કરવા નિર્ણય કરાયો છે.

ખાનગી હોસ્પિટલ : શેલ્બીમાં પાર્કિંગ પાસે મેદાનમાં દર્દીઓને દાખલ કરવા પડ્યા
ખાનગી હોસ્પિટલ : શેલ્બીમાં પાર્કિંગ પાસે મેદાનમાં દર્દીઓને દાખલ કરવા પડ્યા

અડાજણની શેલ્બી હોસ્પિટલમાં તમામ બેડ ફુલ થઇ ગયા છે. જેને પગલે હોસ્પિટલના પાછળના ભાગે ઇમરજન્સી વિભાગની બહાર પાર્કિંગ પાસે ટેમ્પરરી બેડની વ્યવસ્થા કરાઇ છે, જ્યાં છત નીચે ખુલ્લામાં જ કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી છે.

એક તરફ : જે દર્દીઓને ઓક્સિજનની જરૂર નથી તે તમામને હોટલોમાં શિફ્ટ કરવા નિર્ણય લેવાયો
3 હજાર ઇન્જેક્શન પણ પૂરા થઇ ગયા, હજુ હજારોની માંગ

શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ગંભીર દર્દીઓ માટે રોજના હજારો રેમડેસિવીર ઇન્જેક્શનની જરૂર પડે છે. સૂત્રોના કહેવા પ્રમાણે સોમવારે મોડી રાત સુધીમાં 3 હજાર જેટલા રેમડેસિવીરનો જથ્થો પૂરો થઇ ગયો હતો. જેથી ડોક્ટરોએ પાલિકા કમિશનર પાસે વધુ હજારો ઇન્જેક્શનની માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે એક દર્દી પાછળ પાંચ-પાંચ રેમડેસિવીર ઇન્જેક્શનની જરૂર પડતી હોય છે. રોજ નવા દાખલ થતા 50 ટકા દર્દીઓને આ ઇન્જેક્શન આપવામાં આવે છે. પ્રત્યેકના પાંચ ગણીએ તો પણ રોજના હજારો ઇન્જેક્શનની આવશ્યકતા છે. પરંતુ જથ્થો નહીં મળતો હોવાને કારણે દર્દીના સ્વજનોએ ઇન્જેક્શન માટે ઠેર-ઠેર દુકાનોમાં ફરવું પડે છે. આ માટે અલાયદી વ્યવસ્થા ગોઠવવી પણ આવશ્યક છે. આગામી 10 દિવસ પછી શહેરની સ્થિતિ વધુ કથળી શકે તેમ હોવાથી ખાનગી ડોક્ટરોએ પણ રેમડેસિવીરનો વધુમાં વધુ જથ્થો ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરી છે.

સ્ટાફ, સર્વન્ટ્સ નહીં હોવાથી સ્ટ્રેચર સગાને ખેંચવા પડે છે
સરકારી સહિત પ્રાઇવેટ હોસ્પિટલોમાં નર્સિંગ સ્ટાફ, સિસ્ટર્સ અને સર્વન્ટ્સની ભારે અછત ઉભી થઇ છે. દર્દીઓ વધી જતા તેમને વોર્ડમાં લઇ જવા માટે પણ સગાઓને કહેવામાં આવે છે. ગંભીર દર્દીઓને સાચવવા માટે પણ એટેન્ડન્ટ મળી રહ્યા નથી. ડોક્ટરોની મિટિંગમાં નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને ફરજમાં જોડાવા માટે કહેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ આ જ પરિસ્થિતિ ઉભી થઇ છે. તમામ હોસ્પિટલમાં ડોક્ટર અને દવાઓ છે પરંતુ દર્દીઓની દેખરેખ રાખવા માટે પૂરતો સ્ટાફ નહીં હોવાથી મૃત્યુમાં પણ કેટલેક અંશે વધારો થતો હોવાનું સૂત્રોનું કહેવું છે. હજુ પણ આગામી દિવસોમાં કેસની સંખ્યા વધશે તો આ પરિસ્થિતિ વધુ ગંભીર થવાના એંધાણ છે.

બીજી તરફ : સુરતની જવાબદારી જેમના માથે છે તેઓ શું કરી રહ્યા છે?
સિંગાપુરના હાઇકમિશનર અને પ્રતિનિધિ મંડળ સાથે બેઠક કરી

સીએમ વિજય રૂપાણીએ સિંગાપોરના હાઇ કમિશનર ઉચ્ચ-સ્તરિય પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરી હતી અને ગિફ્ટ સિટીને સિંગાપોર-દુબઇની જેમ વર્લ્ડ ક્લાસ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન ફોર ફાયનાન્શિયલ કંપની સ્થાપના માટે ચર્ચા કરી હતી.

વિજય રૂપાણી, મુખ્યમંત્રી
વિજય રૂપાણી, મુખ્યમંત્રી

અમરેલી ખાતે જઇ વેક્સિનેશન સેન્ટરનો શુભારંભ કરાવ્યો
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ રવિવારે અમરેલી પહોંચ્યા હતા અને અહીં વેક્સિનેશન કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. જ્યારે મંગળવારે તેઓ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી સંદર્ભે વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠક કરવાના છે.

સોશિયલ મીડિયા પર જ દેખાય છે, શહેરમાં કોઇ જગ્યાએ ફરકતા નથી
રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી મૂળ સુરતના છે. સુરતની ભીષણ પરિસ્થિતિ હોવા છતાં તેઓ હજુ સુધી ક્યાંય પણ ગ્રાઉન્ડ પર દેખાયા નથી. જોકે સોશિયલ મીડિયા પર તેઓ ભાજપના વિવિધ કાર્યક્રમોની પોસ્ટ કરતા રહે છે.

‘આપ’એ દિલ્હીમાં કૌભાંડ કર્યું હોવાના આક્ષેપના ટ્વીટ કરે છે
શહેરના ભૂતપૂર્વ મેયર ડો. જગદીશ પટેલ છેલ્લા બે દિવસથી આપ પાર્ટીએ દિલ્હીમાં સ્કૂલો બનાવવા લખલૂટ ખર્ચ કર્યો હોવાની ટ્વીટ કરતા રહે છે. જોકે તેમણે બે દિવસ પહેલા કોરોનાને લઇને લોકોને સોશિયલ મીડિયા પર જ અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

    વધુ વાંચો