કોરોના સુરત LIVE:ઓમિક્રોનનો નવો 1 કેસ, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ, 28 વિદ્યાર્થી સહિત કોરોનાના વધુ 225 કેસ, એક્ટિવ કેસ 1 હજાર પાર

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કે.એન.ચાવડા. - Divya Bhaskar
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કે.એન.ચાવડા.
  • શહેરના અઠવા ઝોનમાં સૌથી વધુ 86 કેસ નોંધાયા

વિશ્વમાં હાહાકાર મચાવનાર ઓમિક્રોનના કેસની સાથે કોરોના પોઝિટિવમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે ઓમિક્રોનનો વધુ એક કેસ નોંધાયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 225 કેસ નોંધાયા છે. જેથી સુરત શહેર જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યામાં 1000ને પાર કરી 1007 પર પહોંચી ગઈ છે. આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કે.એન.ચાવડા કોરોના પોઝિટિવ થયા છે.

પોઝિટિવ કેસનો આંક 1,45,265 પર પહોંચ્યો
રવિવારના રોજ શહેરમાં 213 અને જિલ્લામાં 12 કેસ સાથે વધુ 223 કેસ નોંધાયા હતા. શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 145265 થઈ ગઈ છે. એક પણ કોરોના દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃતાંક 2118 થયો છે. શહેર-જિલ્લામાંથી 25 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં 142140 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1007 નોંધાઈ છે.

28 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા
આજ રોજ પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી 4 વ્યક્તિઓ અઠવા ઝોનના વેસુ વિસ્તારના રત્નજ્યોતિ એપા., હેપી એન્કલેવમાં એક જ ઘરમાં નોંધાયેલ હોય તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે. આજ રોજ કુલ 28 વિદ્યાર્થીઓ અનુક્રમે એલપી સવાણી પાલ, સુમન સ્કૂલ - ડીંડોલી, ડીપીએસ સ્કૂલ (02) , પાંડેસરા પ્રાથમિક સ્કૂલ, એલપીડી સ્કૂલ પુણા (03), જીડી ગોઇન્કા (02), તાપ્તી વેલી સ્કૂલ (06), મહેશ્વરી વિદ્યાલય (03), ભૂલકા ભવન, ફાઉન્ટેડ હેડ, પીપી સવાણી કાપોદ્રા (02), તક્ષશીલા સ્કૂલ, ગુરુકૃપા સ્કૂલ ઉધના, ન.પ્રા. શાળા વસ્તા દેવડી રોડ, સેવન્થ ડે, જીવન ભારતી સ્કૂલ જેવી શાળાઓ તથા કોલેજમાં નોંધાયેલ છે. જે પૈકી એલપી સવાણી પાલ, સુમન સ્કૂલ-ડીંડોલી, પાંડેસરા પ્રાથમિક સ્કૂલ, એલપીડી સ્કૂલ પુણા, તાપ્તી વેલી સ્કૂલ, ફાઉન્ટેડ હેડ, તક્ષશીલા સ્કૂલ, ગુરુકૃપા સ્કૂલ ઉધના જેવી શાળાઓ બંધ કરેલ છે. અન્ય શાળાઓમાં વર્ગ બંધ કરવવામાં આવેલ છે. આ શાળાઓમાં કુલ 269 જેટલા કોન્ટેકટ ટ્રેસિંગ કરવામાં આવેલ છે. આજ રોજ પોઝિટિવ આવેલ વ્યક્તિઓ પૈકી 02 વ્યક્તિઓ ઇન્ટરનેશનલ દુબઇ, બ્રાઝિલની ટ્રાવેલ હિસ્ટ્રી છે

કિશોરોને રસી મળી રહે તે માટે પાલિકાનો 1 હજારથી વધુનો સ્ટાફ કામે લાગ્યો
કોરોના સામે પ્રતિકારક એવી રસી માટે પાલિકા દ્વારા રસીકરણ અભિયાન તેજ કરવામાં આવ્યું છે. શહેરીજનોમા માટે 123 સેન્ટરની સાથે સાથે 15થી 18 વર્ષના કિશોરો માટે વેક્સિનેશન અભિયાન તેજ કરવામાં આવ્યું છે. 1.92 લાખ જેટલા કિશોરોને રસી મળી રહે તે માટે પાલિકાનો 1 હજારથી વધુનો સ્ટાફ કામે લાગ્યો છે. સાથે 7મી સુધીમાં તમામ કિશોરોને વેક્સિનેટ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે.

કિશોરોને વેક્સિનેશન માટે 120 જેટલી શાળાઓ અને 10 જેટલા રસીકરણ કેન્દ્રો
પાલિકા દ્વારા 15થી 18 વર્ષના કિશોરો રસી આપવા દૈનિક આશરે 120 જેટલી શાળાઓ અને 10 જેટલા રસીકરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. પ્રત્યેક શાળા દીઠ એક નોડલ અને હજારથી વધુ સ્ટાફ કામે લાગ્યો છે. 7મી સુધીમાં રસીકરણ વિદ્યાર્થીઓને તેમની શાળાઓમાં આપવાની સાથે સાથે 9 જેટલા સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યાં છે. જ્યાંથી પણ રસી કિશોરો લઈ શકશે સાથે જ રજીસ્ટ્રેશન પણ પાલિકાની વેબસાઈટ પર કરી શકશે. તમામ કિશોરેને કોવેક્સિનની રસી આપવામાં આવી રહી છે.

વયસ્કો માટે 123 સેન્ટર પર રસીકરણ
18થી વધુ વયના વયસ્ક નાગરિકો માટે રસીકરણની કામગીરી પાલિકા દ્વારા યથાવત રાખવામાં આવી છે. કોવિશિલ્ડ રસીના પહેલા ડોઝ માટે 30 સેન્ટર બીજા ડોઝ માટે 83 સેન્ટર અને વિદેશ જનારા માટે 2 સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. જ્યારે કોવેક્સિન રસી માટે 8 સેન્ટર શરૂ કરાયા છે. કુલ 123 સેન્ટર પર રસીકરણની કામગીરી ચાલી રહી છે.

ઓક્સિજન પૂરવઠાની ચકાસણી કરવા આદેશ
સુરત જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલ તેમજ અર્ધસરકારી હોસ્પિટલોમાં ઓક્સિજનની જરૂરિયાત તથા પૂરતા ઓક્સિજન સપ્લાયની ચકાસણી કરવા માટે જિલ્લા કલેક્ટર આયુષ ઓક દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશ મુજબ તા.4 જાન્યુઆરીના રોજ સવારે 10થી સાંજે 4 કલાક માટે ઓક્સિજન સપ્લાય શરૂ રાખવા અને એનેક્ષર-એ અન્વયે ચકાસણી કરવાની રહેશે એમ ઈ.ચા.ડિઝાસ્ટર મામલતદારને જાણ કરવામાં આવી છે. કોરોના સંક્રમણ ના વધતા કેસનો જઈને હવે ઓફ સિઝનમાં પુરવઠા અંગે પણ તપાસણી કરવા માટેના સુચનો આપવામાં આવી રહ્યા છે જેથી કરીને ઇન્ડોર દર્દીઓની સંખ્યામાં વધારો થાય તો પણ તેમને યોગ્ય સારવાર આપી શકાય.

કેસમાં નોંધનીય વધારો થતાં હવે વહીવટીતંત્ર પણ સાવધાન
સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકે તમામ અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં પણ કોરોના સંક્રમણના આ કેસમાં નોંધનીય વધારો થતાં હવે વહીવટીતંત્ર પણ સાવધાન થઈ ગયું છે. ઇન્ડોર પેશન્ટને યોગ્ય સારવાર મળી રહે તેના માટેની તમામ તપાસ શરૂ કરવામાં આવી છે. કોરોના સંક્રમણ ના પહેલા અને બીજા તબક્કામાં જે રીતે કામગીરી કરવામાં આવી હતી તેનાથી પણ સારી રીતે કામગીરી થાય તેવું આયોજન કરવાની જરૂરિયાત જણાઈ રહી છે. ડોક્ટર દર્દી અને તેના સંબંધી વચ્ચે ઘણી વખત શંકરનો પણ અભાવ જોવા મળ્યો હતો અને તેના કારણે હોસ્પિટલોની અંદર સતત ઘર્ષણના બનાવો પણ સામે આવી રહ્યા હતા.