કોરોના સુરત LIVE:સુરતમાં દિવાળી બાદ કોરોનાએ માથું ઉંચક્તા તંત્ર હરકતમાં આવ્યું, આજે 174 સ્થળો પર વેક્સિનેશનની કામગીરી

સુરત16 દિવસ પહેલા
તમામ નાગરિકોને વેક્સિનના બન્ને ડોઝ મળી રહે તે પ્રકારે વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવી છે.(ફાઈલ તસવીર)
  • શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 45 થઈ

સુરતમાં દિવાળી બાદ કોરોના માથુ ઉચકી રહ્યું છે. જોકે, કેસ વધવા છતાં 6 લાખ લોકો હજી પણ બીજો લીધો નથી. ગત રોજ શહેર જિલ્લામાં 8 કેસનો વધારો થયો છે. જેથી કોરોના કેસનો આંકડો વધીને 1,43,970 થયો છે. આ સાથે જ તહેવારોની રજાઓ પૂર્ણ થતાં કોરોના વેક્સિનેશનની કામગીરી પણ તેજ કરવામાં આવી છે. આજે 174 સેન્ટર પર રસીકરણ કરવામાં આવી રહ્યું છે.ઘરે ઘરે જઈને વેક્સિન આપવામાં આવી રહી છે.રાંદેર અડાજણ વિસ્તારમાં આખો પરિવાર કોરોના સંક્રમિત થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.કોર્પોરેશન દ્વારા જાહેર સ્થળો ઉપર ટેસ્ટિંગ હાથ ધર્યું છે.

આખો પરિવાર ઝપેટમાં
રાંદેર-અડાજણ વિસ્તારમાં આખો પરિવાર કોરોના સંક્રમિત થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.એક જ પરિવારના બે બાળકો સહિત 5 કોરોના સંક્રમિત થયા હતા. પરિવારના વડીલ પુણે લગ્ન માં ગયા હતા.આખો પરિવાર સંક્રમિત થતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. પરિવારના સભ્યોએ વેક્સિનના બન્ને ડોઝ પણ લીધા હતા.સુરતમાં એક દિવસમાં 7 પોઝિટિવ કેસો આવ્યા અને તે તમામ રાંદેર ઝોનમાંથી મળ્યા છે.

પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143970 થઈ
શહેરમાં 07 અને જિલ્લામાં 01 કેસ સાથે ગત રોજ શહેર જિલ્લામાં કોરોનાના વધુ 08 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143970 થઈ ગઈ છે. જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2116 થયો છે. આજે શહેરમાંથી 04 અને જિલ્લામાંથી 01 સહિત 05 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141809 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 45 થઈ છે.

રસીકરણ કામગીરી ફરી તેજ કરાઈ
તહેવારોની રજા પૂર્ણ થતાં જ ફરી રસીકરણ તેજ કરવામાં આવ્યું છે. શહેરમાં પ્રથમ ડોઝ માટે 31 સેન્ટર પર જ જ્યારે 119 સેન્ટર પર બીજા ડોઝ માટે રસી અપાઈ રહી છે. જ્યારે 9 સેન્ટર પર એપાઈન્ટમેન્ટ લેનારાને રસી અપાઈ રહી છે. 2 સેન્ટર પર વિદેશ જનારા માટે ખાસ વેક્સિન અપાઈ રહી છે. જ્યારે 13 સેન્ટર પર કોવેક્સિન આપવામાં આવી રહી છે. આજે 174 જેટલા સેન્ટર પર રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.

જાહેર સ્થળો પર કામગીરી
વહીવટી તંત્ર દ્વારા રેલવે ટેશન બસટેશન બાદ બગીચા એક્વેરિયમ જેવા જાહેર હરવા-ફરવાના સ્થળો ઉપર પણ ચેકિંગ માટે આરોગ્ય વિભાગની ટીમ અને ખડેપગે ઊભી રાખી છે. તમામ સ્થળો ઉપર લોકો નું ટેસ્ટિંગ પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે. દિવાળી બાદ વહીવટી તંત્રને શંકા હતી કે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ શકે છે અને સ્થિતિ હવે ધીરે ધીરે તરફ આગળ વધતી દેખાઈ રહી છે. સુરત શહેરમાં પ્રથમ તો સો ટકા લોકોને આપવા ગયા બાદ બીજા દોસ્ત માટે લોકો ઉદાસીન દેખાઈ રહ્યા છે.

વેક્સિનેશન માટે અપીલ
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું કે, લોકોએ સતર્ક અને સુરક્ષિત રહેવું જોઈએ. બીજો ડોઝ અત્યાર સુધીમાં 76 ટકા લોકોને આપવામાં આવ્યો છે. હજી પણ છ લાખ કરતાં વધારે લોકોએ બીજો ડોઝ લીધો નથી. કોરોના સામે સુરક્ષિત થવા માટે બંને ડોઝ લેવા જરૂરી છે. જેથી કરીને સંક્રમણનું જોખમ વધે નહીં. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકોની સોસાયટીઓમા ઘરે ઘરે જઈને વ્યક્તિને આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જાહેર સ્થળો ઉપર પણ કોરોના ટેસ્ટિંગ માટેની ટીમ રાખવામાં આવી છે. જેથી કરીને ઝડપથી ટ્રેસ કરીને તેને સારવાર આપી શકાય. સુરતના તમામ લોકોને મારી અપીલ છે કે, ઝડપથી બીજો ડોઝતમે પોતે પણ લઈ લો અને તમારા મિત્ર વર્તુળમાં કે, સંબંધીઓમાં પણ જો કોઈ બાકી હોય તો તેને પણ આગ્રહ કરીને બીજો ડોઝ લેવા માટે પ્રોત્સાહિત કરો.