તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:સુરતમાં કોરોના વિસ્ફોટથી હોસ્પિટલમાં બેડ ઘટયા, સામાજિક સંસ્થાઓએ આઈસોલેશન સેન્ટર શરૂ કર્યા

સુરત5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઓક્સિજન અને તબીબી સુવિધા સાથેના આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. - Divya Bhaskar
ઓક્સિજન અને તબીબી સુવિધા સાથેના આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે.
  • મેડિકલ સુવિધા સાથેના કોમ્યુનિટી સેન્ટર શરૂ કરવામાં આવ્યાં

સુરતમાં કોરોના સંક્રમણ વિસ્ફોટક બનતા લોકો સતત કોરોનાની સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યા છે. દર્દીઓનો ધસારો એટલો મોટા પ્રમાણમાં છે કે, હવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઓછું પડી રહ્યું છે, ત્યારે સામાજિક સંસ્થાઓ આગળ આવીને આઇસોલેશન સેન્ટરો તાત્કાલિક અસરથી ઉભા કરી દીધા છે. બીજા ઉભા કરવાના સંપૂર્ણ પ્રયાસો શરૂ કરી દીધા છે. શહેરના તમામ કોરોના સંક્રમિત વ્યક્તિને સારવાર મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

24 કલાક મેડિકલ સ્ટાફને પણ આઈસોલેશન સેન્ટર પર તૈનાત કરવામાં આવ્યો છે.
24 કલાક મેડિકલ સ્ટાફને પણ આઈસોલેશન સેન્ટર પર તૈનાત કરવામાં આવ્યો છે.

યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ
સુરત શહેરની હાલની સ્થિતિ જોતા રોજના 500 કરતાં વધારે કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા ઉભા કરેલા ઇન્ફાસ્ટ્રકચર શહેરના તમામ દર્દીઓને સારવાર આપવા માટે ઉડતા નથી. આ વાસ્તવિકતા તમામ લોકો પણ જાણે છે અને વહીવટીતંત્ર પણ જાણે છે. જેથી સુરત શહેરમાં અલગ-અલગ સામાજિક સંસ્થાઓ અને સંગઠનો આગળ આવીને આઇસોલેશન સેન્ટર તૈયાર કરવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસ કરી રહ્યા છે. જેની અત્યારે સૌથી વધુ જરૂરિયાત વર્તાઈ રહી છે.

સેવા ફાઉન્ડેશનની સેવા
સુરતની સેવા ફાઉન્ડેશન દ્વારા વંદે ભારત આઇસોલેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. વેસુ વિસ્તારમાં આ સેન્ટર બનાવવામાં આવ્યું છે. હોટલ રોયલ રિચ્યુઅલને યુદ્ધના ધોરણે આઇસોલેશન સેન્ટરમાં ફેરવવામાં આવી છે. જેમાં દર્દીને ઓક્સિજન મળી રહે તેમજ ડોક્ટરો અને સ્ટાફની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. જેથી કરીને કોરોના સંક્રમિત દર્દીને સારવાર આપી શકાય.

કોરોના સંક્રમણના વધારાને જોતા નવા આઈસોલેશન સેન્ટર પણ ઉભા કરવામાં આવી રહ્યાં છે.
કોરોના સંક્રમણના વધારાને જોતા નવા આઈસોલેશન સેન્ટર પણ ઉભા કરવામાં આવી રહ્યાં છે.

ત્રણ દિવસમાં સેન્ટર શરૂ કરાયું
સુરત પરવત ગામ કોમ્યુનિટી હોલમાં " નમો કોવિડ આઇસોલેશન સેન્ટર" ત્રણ દિવસમાં તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સૌથી વધારે બેડની સુવિધા અહીં શરૂઆતના તબક્કામાં ઉભી થશે જેમાં 15 થી 20 હજાર ઓક્સિજનની સુવિધા સાથેના હશે. રેસિડેન્ટ ડોક્ટરો ત્યાં હાજર રહેશે. સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટર દિવસમાં બેથી ત્રણ વખત વિઝીટ લેશે. કોરોના સંક્રમિત દર્દીઓ માટે ઉકાળા, સમતોલ આહાર, યોગા અને મ્યુઝિકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો