તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભીડ પર અંકુશ:સુરતમાં કોરોના કેસ વધતા રવિવારી બજારો બંધ કરાવવા કાર્યવાહી, ભાગળ-ચૌટામાં પાથરણા પાડીને ધંધો કરતાં નાના વેપારીઓને દૂર કરાયા

સુરતએક મહિનો પહેલા
લોકો વધુ એકત્રિત ન થાય તેના માટે એટલે ચોક્કસ દબાણ ખાતા દ્વારા રવિવારી બજારનું દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે.
  • રવિવારી બજારોમાં ભીડને લઈને કોરોના સંક્રમણ વધવાની શક્યતા

સુરતમાં કોરોના સંક્રમણ સતત વધતા સુરત મહાનગરપાલિકા દ્વારા દબાણ ખાતાને પણ સક્રિય કરવામાં આવ્યું છે. લોકો વધુ એકત્રિત ન થાય તેના માટે એટલે ચોક્કસ વિસ્તારોમાં દબાણ ખાતા દ્વારા રવિવારી બજારનું દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. સુરતના ભાગળ અને ચૌટા બજાર વિસ્તારમાં પાથરણા પાડીને ધંધો કરતાં નાના વેપારીઓને ત્યાંથી દૂર કરાયા હતા.

રવિવારની બજાર મોટી સંખ્યામાં લોકો ઉમટે છે
સુરતના ભાગળ વિસ્તારમાં રવિવારના દિવસે ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. જેને કારણે કોરોના સંક્રમણની શક્યતા વધી જાય છે. આજે સવારે સુરતના મુખ્ય રવિવારી બજાર એવા ભાગળ વિસ્તારમાં દબાણ વિભાગની ટીમ દ્વારા તમામ પાથરણાં પાડીને વેપાર કરતા નાના વેપારીઓને ત્યાંથી દૂર કરાયા હતા. જેથી કરીને લોકો ખરીદી કરવા માટે એકઠા ન થાય.

પાથરણા પાડીને ધંધો કરતાં નાના વેપારીઓને ત્યાંથી દૂર કરાયા હતા.
પાથરણા પાડીને ધંધો કરતાં નાના વેપારીઓને ત્યાંથી દૂર કરાયા હતા.

ચૌટા બજાર વિસ્તારમાં પણ કાર્યવાહી
સુરતના ચૌટા બજાર વિસ્તારમાં પણ દબાણ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હતી સાથોસાથ ચોક વિસ્તારના ગાંધી પ્રતિમાની આસપાસના વિસ્તારમાંથી પણ દબાણ દૂર કરાયા હતા. કોર્પોરેશન દ્વારા સતત તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે લોકો વધુ સંખ્યામાં એકત્રીત ન થાય કારણ કે છેલ્લા ઘણા સમયથી કોવિડ ટેસ્ટ કરાવવા દરમિયાન સુપર સ્પ્રેડર તરીકે શાકભાજી વિક્રેતા તેમજ અન્ય પાથરણાં પર વેપાર કરતા વેપારીઓ પણ સંક્રમિત હોવાનું જણાવ્યું હતું. જેથી સત્તાના ભાગરૂપે દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

મુખ્ય રવિવારી બજાર એવા ભાગળ વિસ્તારમાં દબાણ વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી.
મુખ્ય રવિવારી બજાર એવા ભાગળ વિસ્તારમાં દબાણ વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી.

કોરોના સંક્રમણ ઉપર અંકુશ લાવવા પ્રયાસ
કોર્પોરેશન દ્વારા પહેલાંથી જ શહેરના મોલ પણ શનિવાર અને રવિવારે બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. જેથી કરીને કોરોના સંક્રમણ ઉપર અંકુશ લાવી શકાય. આજે રવિવાર હોવાથી લોકો પોતાના જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે બહાર નીકળતા હોય છે. જેથી ભીડ એકત્ર થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને કોર્પોરેશનના દબાણ ખાતું સક્રિય રીતે અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યું છે.

સુરતના ચૌટા બજાર વિસ્તારમાં પણ દબાણ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.
સુરતના ચૌટા બજાર વિસ્તારમાં પણ દબાણ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો