છેલ્લા 4 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 11 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.વહીવટીતંત્રે દર્દીઓને કોવિડ બિલ્ડિંગમાં શિફ્ટ કરવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે.નવી સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં આવતા દર્દીઓનું પણ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
આકસ્મિક ઘટનાઓમાં ઘાયલ થયેલા MLC કેસના દર્દીઓના ટેસ્ટિંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે.1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સિવિલના ઇમરજન્સી વિભાગમાં 132 વ્યક્તિઓના કોરોના રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યા છે.જેમાં વિવિધ પોલીસ સ્ટેશનોમાંથી લાવવામાં આવેલા 63 આરોપીઓના કોરોના ટેસ્ટિંગનો પણ સમાવેશ થાય છે. જે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ સિવાય 11 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
આ અંગે સિવિલ હોસ્પિટલના RMO ડૉ. કેતન નાયકે માહિતી આપી હતી કે, કોરોના સંક્રમિતની ઓળખ થયા બાદ દર્દીને કોવિડ હોસ્પિટલમાં ખસેડવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. બે દિવસ પહેલા પાંડેસરામાં રહેતી એક વૃદ્ધ મહિલાનો રિપોર્ટ સિવિલના ઈમરજન્સી વિભાગમાં પોઝિટિવ આવ્યો હતો જોકે પરિવારના સભ્યો વૃદ્ધ મહિલા સાથે ચાલ્યા ગયા.
1336 એક્ટિવ કેસમાંથી સૌથી વધુ અઠવામાં 597 | |
ઝોન | એક્ટિવ |
સેન્ટ્રલ | 56 |
વરાછા-એ | 114 |
વરાછા-બી | 58 |
રાંદેર | 265 |
કતારગામ | 120 |
લિંબાયત | 43 |
ઉધના | 83 |
અઠવા | 597 |
કુલ | 1336 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.