ભાસ્કર વિશેષ:રાખડીની ડિઝાઇન ઉપર પણ કોરોનાનો પ્રભાવ વેક્સિન -રામ મંદિરવાળી રાખડીની બોલબાલા

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 22 ઓગસ્ટે રક્ષાબંધન, માર્કેટમાં સ્ટોક આવવાનો શરૂ

લોકડાઉન બાદ શહેરમાં ધંધાકીય ગતિવિધિ તેજ થવા માંડી છે. 22મી ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર હોવાથી વેપારીઓ રાખડીનો સ્ટોક ભેગો કરવા લગ્યા છે. હાલ કોરોનાનો સમય હોય અને લોકો ત્રીજી લહેરથી બચવા માટે વેક્સિન લઇ રહ્યા હોય ત્યારે રાખડીની ડિઝાઇન પર પણ તેની અસર જોવા મળી છે.

વેક્સિનની રાખડીઓ માર્કેટમાં આવી ગઇ છે. એ સાથે જ રામમંદિરની રાખડીઓ પણ આ વખતે ડિમાન્ડમાં છે. રાખડીના વેપાર સાથે સંકળાયેલાં ભવ્યકાંત જરીવાલા કહે છે કે સ્થિતિ નોર્મલ થઈ રહી હોય આ વખતે પહેલો તહેવાર ઉત્સાહ પૂર્વક ઉજવાશે એવું લાગી રહ્યું છે. અવનવી ડિઝાઇનો આવી હોય મોટા પ્રમાણમાં રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે.

રાખડી પર ખાણીપીણીની ઝલક
ખાવાપીવા માટે જાણીતી ડાયમંડ સિટીમાં રાખડીઓ પર પણ ખાણીપીણીની અસર જોવા મળી છે. પિત્ઝા, બર્ગર, માસાલ ઢોસા સહિતની ડિઝાઇનની રાખડીઓ પણ માર્કેટમાં આવી ગઇ છે. વેપારી આલમ કહે છે કે, વિદેશોમાં પણ રાખડીઓ કુરિયર થશે. ખાસ કરીને રામમંદિર અને વેક્સિનની રાખડીઓની ઇન્કવાયરી વધુ છે.

પાંચ કરોડથી વધુનો ધંધો
આનંદ મહેલ રોડના વેપારી ભવ્યકાંત જરીવાલા અને ભાગળના સંતરામભાઈ કહે છે કે, સુરતમાં રાખડીનો ધંધો 5થી 10 કરોડનો છે. 1 મહિનામાં આ વેપાર થતો હોય છે. નોંધનીય છે કે સુરતમાં 100 મેન્યુફેક્ચરર અને 450થી વધુ હોલસેલ વેપારીઓ છે. હાલ સુરતથી યુ.પી. ઓરિસ્સા સહિતના રાજ્યોમાં વધુ માલ જઇ રહ્યો છે.

માર્કેટમાં રક્ષાબંધનની તૈયારી શરૂ
રક્ષાબંધનનો તહેવાર નજીક હોય માર્કેટમાં રાખડીનો સ્ટોક જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...