તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Corolla Warning Message Through Rangoli, Doctors, Nurses, Cleaners Who Played An Important Role During Corona Were Shown Invincible

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવચેતીનો મેસેજ:રંગોળી થકી કોરોના સાવચેતીનો મેસેજ, કોરોના દરમિયાન મહત્વનો ભાગ ભજવનાર ડોક્ટર, નર્સ, સફાઈ કર્મીઓને અજેય દર્શાવ્યા

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક

રંગોળી વિના દિવાળી સેલિબ્રેશન અધુરુ છે. જોકે આ વર્ષે દિવાળી નિમિત્તે પણ ઘરના આંગણાઓની રંગોળીમાં કોરોનાની અસર જોવા મળી રહી છે. લોકોએ રંગોળીની સાથે કોરોના સમયમાં સાવચેતી રાખવાના મેસેજ પણ લોકોને આપી રહ્યા છે. કોઈએ ઘઉંમાંથી તો કોઈએ રંગોળી થકી કોરોના વોરિયર્સ એવાં ડોક્ટર, પોલીસ, નર્સ, સફાઈ કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી.

કોરોના વોરિયર્સને બિરદાવ્યા
લોકડાઉનના સમયમાં શહેરના હજારો ડોક્ટર, પોલીસ, નર્સ, સફાઈ કર્મચારીઓ, બેન્કર્સ, રિપોર્ટર, ડિલિવરી બોયે જીવના જોખમે લોકોની સેવાઓ કરી હતી. જેને સચી નાયકે રંગોળીમાં કંડારી તેમની કામગીરીને બિરદાવી હતી.

5 કિલો ઘઉંની રંગોળી

અડાજણના વિનોદ જાદવે સાવચેત રહો, સલામત રહો થીમ પર ઘઉંના 5કિલો દાણામાંથી રંગોળી બનાવી છે. આ માટે તેમને 6 કલાકનો સમય લાગ્યો હતો.

ગરીબ છું, બેજવાબદાર નહીં

કોરોનાને કારણે માસ્ક પહેરવું જરૂરી છે ત્યારે મૈથીલી ટેલરે રંગોળીમાં ગરીબ બાળકને માસ્કને બદલે પાંદડા પહેરેલો બતાવ્યો છે. જાણે તે કહી રહ્યો હોય ભલે માસ્ક ખરીદવાના પૈસા ન હોય પણ અમે કોરોના સામે જંગ લડીશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો