તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:લો ડિપાર્ટમેન્ટમાં રાજકીય કાર્યક્રમ મુદ્દે કોઓર્ડિનેટર-સેનેટ સભ્ય સામસામે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાયદા વિભાગના કોઓર્ડિનેટર અને સેનેટ સભ્યે એકબીજા વિરુદ્ધ વીએનએસજીયુના કુલપતિને લેખિતમાં ફરિયાદ કરી

યુનિવર્સિટીના લો ડિપાર્ટમેન્ટમાં રાજકીય કાર્યક્રમોને લઇને ડિપાર્ટમેન્ટના કો-ઓર્ડિનેટર અને સેનેટ સભ્યે એકબીજા સામે આક્ષેપો કર્યા હતા. જેમાં બંનેએ એકબીજા વિરુદ્ધ કુલપતિને ફરિયાદ પણ કરી છે. નર્મદ યુનિવર્સિટીના લો ડિપાર્ટમેન્ટના કો. ઓર્ડિનેટર વિમલ પંડ્યાએ યુનિવર્સિટીને લેખિતમાં ફરિયાદ કરીને સિન્ડિકેટ સભ્ય ડો. ભાવેશ રબારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

કો. ઓર્ડિનેટર ડો. વિમલ પંડ્યાએ ફરિયાદ કરી છે કે,‘ થોડા સમય પહેલાં જ લો ડિપાર્ટમેન્ટમાં સિન્ડિકેટ સભ્ય ભાવેશ રબારીએ ઓફિસમાં આવીને મને જણાવ્યું હતું કે, ડિપાર્ટમેન્ટમાં એબીવીપી કાર્યક્રમો કરી રહી છે. આમ, આ બાબતે ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ સાથે ભાવેશ રબારીની ઓળખાણ કરાવી આ બાબતે ખુલાસો કરાવ્યો હતો.

એબીવીપીના કાર્યકર્તાનું જાહેરમાં સન્માન કરો છો એવું કહ્યું હતું.અમે લો ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થીઓને પ્રવેશ બાબતે સન્માન કરીએ છીએ. આમ, ભાવેશે મારી સામે સ્વાભિમાનને ઠેસ પહોંચાડે તેવા શબ્દ પ્રયોગ કર્યા હતા અને મારી સામે ગેરકાયદેસર કામ કરવા માટે દબાણ કર્યા હતા. જેથી યુનિવર્સિટીના કાયદા મુજબ સિન્ડિકેટ સભ્ય ભાવેશ રબારી સામે કડક કાર્યવાહી કરવામાં આવે.’

આ જ મામલે સિન્ડિકેટ સભ્ય ડો. ભાવેશ રબારીએ જણાવ્યું હતું કે,‘ બે દિવસ પહેલાં જ મવિમલ પંડ્યાની ફરિયાદ કુલપતિને કરી હતી. જેનો બદલો લેવા માટે તેમણે મારી સામે ફરિયાદ કરી છે. પણ મારી પાસે પણ પુરાવા છે. લો ડિપાર્ટમેન્ટમાં રાજકીય કાર્યક્રમો થતા હતા એના પુરાવા સાથે અગાઉ પૂર્વ કાર્યકારી કુલપતિ ડો. હેમાલી દેસાઇને ફરિયાદ કરી હતી.’ડિપાર્ટમેન્ટમાં માત્ર શિક્ષણ કાર્ય થવું જોઇએ. રાજકીય કાર્યક્રમો નહીં થાય તે માટેે ડો.વિમલ પંડ્યાને મૌખિકમાં જણાવ્યું હતું. તેમનેે કોઈ કામ માટે દબાણ કર્યું નથી. જો કામ માટે દબાણ કર્યું હોય તો તેમણે ફરિયાદમાં લખવું જોઇતું હતું. આપણે લોના વિદ્યાર્થીઓએ હંમેશા એ જ શિખવાડીએ છીએ કે યોગ્ય પુરાવા સાથે દલીલ કરો.’

અન્ય સમાચારો પણ છે...