વિવાદ:અઠવા પોલીસ સ્ટેશનમાં આરોપીઓની મિજબાની અને ડાન્સના વીડિયોથી વિવાદ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 દિવસ પહેલા બાઈક ખસેડવા મુદ્દે લોહિયાળ જંગ ખેલાયો હતો
  • પોલીસે યુથ કોંગ્રેસના હોદ્દેદાર સહિત 17 લોકોની ધરપકડ કરી હતી

અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં રાયોટીંગના ગુનાના આરોપીઓનો વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. જેમાં આરોપી પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફની ઓફિસમાં મિજબાની કરવા બેઠા હોય તેવી રીતે બિનધાસ્ત બેસી જમવાની તૈયારી કરે છે એટલું જ નહિ મોબાઇલ પર વિડીયો ઉતારતી વેળા એક યુવક તો ડાન્સ કરતો નજરે પડે છે. જયારે અન્ય એક યુવક ખુરશી પર બેસી હાથથી વિક્ટીની સાઇન બતાવે છે. આ વિડીયોને કારણે પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યા છે.

અઠવાલાઇન્સ પોલીસ હદમાં 3 દિવસ પહેલા બાઇક હટાવવાની બાબતે બે જૂથ વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હતો. જેમાં પોલીસે સામ-સામી ફરિયાદ લઈ બંને જૂથના 30થી વધુ સામે ગુનો નોંધી યુથ કોંગ્રેસીની ધરપકડ કરી હતી. પોલીસે કોઈની પણ શેહશરમ રાખ્યા વગર કાર્યવાહી કરી ધરપકડ પણ કરી છતાં પોલીસની ચૂક એટલી છે કે આરોપી પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરી હોય તો તે વિડીયો કેવી રીતે ઉતારી શકે. આ બાબતે પીઆઈ કોરાટ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, અમે રાયોટીંગનો ગુનો દાખલ કર્યો છે. બન્ને પક્ષોના 17 લોકોની ધરપકડ કરી છે. સ્વાભાવિક રીતે બન્ને પક્ષોને સાથે બેસાડી શકાય નહિ એટલે અમે એક ગેંગને ડીસ્ટાફની ઓફિસમાં અને બીજી ગેંગને નીચે બેસાડી હતી.

પોલીસ મથકના સીસીટીવી કેમેરાના આધારે વેરીફાઇ કરવામાં સમય લાગ્યો હતો અને એટલામાં સાંજનો સમય થતા પરિવારે આરોપીઓને જમવાનું આપ્યું હતું. કદાચ ટિફીન આપનારે મોબાઇલ વિડીયો ઉતાર્યાે હોય શકે છે. બાકી વિડીયોમાં કશું નથી.

અન્ય સમાચારો પણ છે...