તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:શાસકોએ ટેન્ડર વિના પે & પાર્કના ચાર કોન્ટ્રાક્ટ ફાળવી દેતાં વિવાદ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના શાસકોએ પ્રાઇવેટ લિ. કંપની જેવો વહીવટ શરૂ કર્યો
  • પૂર્વ નગરસેવકની વિજિલન્સ તપાસની માંગ, નજીવા ભાડે આપ્યા

સુરત પાલિકા જાણે પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય એવો વહીવટ હાલના શાસકો ચલાવી રહ્યા છે. ઓનલાઇન ટેન્ડરનો છેદ ઉડાવી વગર ટેન્ડરે જ શાસકોએ નવા ચાર લોકેશન પર પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાક્ટ ફાળવી દીધા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. 23 પે એન્ડ પાર્કમાં મુદત પૂર્ણ થતાં ટેન્ડર પ્રક્રિયા નહીં થાય ત્યાં સુધી અથવા 6 માસથી લઇ 12 માસ સુધીના સમય માટે નજીવા ભાવ વધારા સાથે માનીતા ઇજારદારોને ઇજારો ફાળવી દીધો છે! પૂર્વ નગરસેવક દિનેશ કાછડિયાએ વિજિલન્સ તપાસની માંગ કરી છે.

કેટલાક લોકેશન પર તો ટેન્ડર મંગાવ્યા છતાં હંગામી ધોરણે બીજાને આપી દીધા
બે માસ અગાઉ પે એન્ડ પાર્ક માટે વિવિધ લોકેશન માટે ઓનલાઇન ટેન્ડરો મંગાવ્યા હતા. જેમાં સૌથી વધુ ભાવે ટેન્ડર ભરનાર ઇજારદારો જ્યારે ઇએમડી ભરવા માટે ગયા ત્યારે તેઓને ખબર પડી કે આ પાર્કિંગનો ઇજારો તો હંગામી ધોરણે બીજા કોઇ ઇજારદારને આપી દીધો છે. શાસકોએ પોતાના માનીતા ઇજારદારોને ગોઠાવવા સમગ્ર કૌભાંડ આચર્યું છે. આ કોન્ટ્રાક્ટ રદ નહીં થાય ત્યાં સુધી લડીશું એમ દિનેશ કાછડીયાએ જણાવ્યું હતું.

વધુ ભાવ આપનારને કોન્ટ્રાક્ટ આપ્યો છે
પદાધિકારીઓએ બેઠક કરીને પે એન્ડ પાર્કનો ઇજારો આપ્યો છે. જે ઇજારદાર જુના ભાવ કરતા વધુ ભાવ આપવા તૈયાર થયા છે તેમને જ ઇજારો અપાયો છે. જેનાથી પાલિકાની આવકમાં વધારો થશે.ઇજારદાર પાસે બે માસનું ભાડું ડિપોઝીટ પેટે લઇને દર મહિને એક માસનું ભાડું એડવાન્સમાં જમા લેવામાં આવશે. > પરેશ પટેલ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન

અન્ય સમાચારો પણ છે...