વિવાદ:પાલિકાના સામાન્ય સભા ગૃહમાં પાર્ટી યોજાતા વિવાદ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફેરવેલ પાર્ટીમાં કોંગ્રેસના નગરસેવકોની બાદબાકી

કોરોનાને લીધે સુરત મહાનગર પાલિકામાં છેલ્લી સામાન્ય સભા ઓનલાઇન બોલાવવામાં આવી હતી. શનિવારે પાલિકાના ચૂંટાયેલા નગરસેવકોની ટર્મ પૂર્ણ થવાના એક દિવસ પહેલા સામાન્ય સભાના ગૃહમાં જ ભાજપના નગરસેવકો માટે શાસકોએ ફેરવેલ પાર્ટી યોજતા વિવાદ ઉભો થયો છે.

એસએમસી જાણે ભાજપની પ્રાઇવેટ લીમીટેડ કંપની હોઇ એમ માત્ર ફેરવેલ પાર્ટીમાં ભાજપના નગરસેવકોને બોલાવાયા હોવાનો આરોપ વિપક્ષે કર્યો છે. કારણ કે, આ ફેરવેલમાં કોંગ્રેસના 36 નગરસેવકોની બાદબાકી કરાઈ હતી. પાલિકાની કચેરીમાં જ ફેરવેલ હોઇ તમામ નગરસેવકોને બોલાવવા જોઇતા હતા એવો સૂર ઉઠ્યો હતો. કોંગ્રેસના સભ્યોએ કહ્યું હતું કે, 11મીએ પાલિકામાં છેલ્લી સામાન્ય સભા ઓનલાઇન રખાઈ હતી. સામાન્ય સભા ઓફલાઇન રાખવામાં આવી હોત તો નગરસેવકો પોતાના વિસ્તારનો પ્રશ્નો મુકી શક્યા હોત. પરંતુ શાસકોએ ઓનલાઇન સભા કરીને આજે ફેરવેલના નામે તાયફો કર્યો છે. આ તાયફામાં શાસકોને નગરસેવકોને ભેગા કરીને કોરોના નડ્યો ન હતો?

અન્ય સમાચારો પણ છે...