તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:ATKTવાળાને પરીક્ષા આપવાની લો કો-ઓર્ડિનેટરની ભલામણથી વિવાદ

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરીક્ષા કામગીરીમાંથી દૂર કરવા સિન્ડિકેટ સભ્યની રજૂઆત

યુનિવર્સિટીના લો ડિપાર્ટમેન્ટના કો-ઓર્ડિનેટર ડો.વિમલે બે છાત્રને એટીકેટી હોવા છતાં છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા લેવાની ભલામણ પરીક્ષા વિભાગને કરી છે. આમ, ચોક્કસ વિદ્યાર્થીઓને પાસ કરાવવા ગેરરીતિ કરી રહ્યા હોવાની ફરિયાદ સિન્ડિકેટ સભ્ય ડો. ભાવેશ રબારીએ કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાને કરી છે. સાથે જ પરીક્ષાની કામગીરીથી દુર કરવા માંગ ઉઠાવી છે. લો ડિપાર્ટમેન્ટમાં 5 વર્ષના એલએલબી કોર્સમાં બે છાત્રની 1-9માં કેટલાક સેમેસ્ટરમાં એટીકેટી છે. જો કે, વિદ્યાર્થી દસમાં સેમેસ્ટરમાં પ્રવેશ નહીં લેવા સાથે તે સેમેસ્ટરની પરીક્ષા નહીં આપી શકે તે નિયમ છે.

સિન્ડિકેટ સભ્યએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીએ ભરૂચ લો કોલેજના ડો. પ્રો. વિમલ પંડ્યાને ખોટી રીતે કો- ઓર્ડિનેટર તરીકે નિમણૂંક આપી છે. ગત 29 અને 30 જૂને લો ડિપાર્ટમેંટમાં દસમાં સેમેસ્ટરના વિદ્યાર્થીઓના વાઈવા ઓફલાઈન લેવાયા હતા. જોકે, તેમાં બીસીઆઇના નિયમ મુજબ ઓછામાં ઓછાં ત્રણ વકીલોની પેનલ હોવી ફરજિયાત છે. પણ તે ખોટી રીતે એક જ વ્યક્તિએ વાઇવા લીધા હતા. જેથી આ બાબતની તાકિદે તપાસ કરી લો ડિપાર્ટમેન્ટમાં દસમાં સેમેસ્ટરમાં પરીક્ષા વિમલ પંડ્યા પોતે જ ચેરમેન હોવાથી તેમાં પણ ચોક્કસ વિદ્યાર્થીઓને ખોટી રીતે મદદ કરે નહીં તેની તપાસ કરીને કડક અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કુલપતિને કરી છે. હાલ તેમને પરીક્ષાની કામગીરીથી પણ દૂર કરાય એવી પણ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...