તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:નવયુગ સાયન્સના આચાર્યને આર્ટ્સ વિભાગનો ચાર્જ સોંપી દેતા વિવાદ

સુરત8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટ્રસ્ટે નિયમનું પાલન ન કર્યુ હોવાનો સિન્ડીકેટ સભ્યનો આક્ષેપ
 • આર્ટ્સ વિભાગના જ સિનિયર પ્રોફેસરને ઈન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે મૂકવા માંગ

નવયુગ ટ્રસ્ટે યુનિવર્સિટીના નિયમનું પાલન નહીં કરતા સિન્ડિકેટ સભ્ય ભાવેશ રબારીએ વાંધો ઉઠાવ્યો છે. નવયુગ ટ્રસ્ટે ગ્રાન્ટેડ આર્ટ્સ કોલેજમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલની ખુરશી પર સિનિયર પ્રોફેસરની જગ્યાએ ગ્રાન્ટેડ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલને બેસાડ્યા છે. આમ, નવયુગ ટ્રસ્ટના આવા નિર્ણયનો સિન્ડિકેટ સભ્ય ભાવેશ રબારીએ વિરોધ કરીને કાર્યકારી કુલપતિ ડો. હેમાલી દેસાઇને પત્ર લખીને સિનિયર પ્રોફેસરને ઇન્ચાર્જ પ્રિન્સિપાલની ખુરશી પર બેસાડવાની માંગ કરી છે.

સિન્ડિકેટ સભ્ય ભાવેશ રબારી કહે છે કે, છેલ્લા બે વર્ષથી નવયુગ ટ્રસ્ટ યુનિવર્સિટીના નિયમનું પાલન કરી રહી નથી. નવયુગ આર્ટ્સ કોલેજમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલમાં સિનિયર પ્રોફેસરની નિમણૂક કરવાની જગ્યાએ નવયુગ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલને ચાર્જ સોંપાયો છે.

એટલું જ નહીં, 22 માર્ચ, 2021ની સિન્ડિકેટે પણ નિર્ણય કર્યો છે કે, યુનિવર્સિટીની અનુદાનિત કોલેજના આચાર્યને તેમની કોલેજના ટ્રસ્ટની અન્ય અનુદાનિત કોલેજના ઇન્ચાર્જ આચાર્ય તરીકેની બહાલી આપવી નહીં. જેથી નવયુગ આર્ટ્સ કોલેજમાં સિનિયર પ્રોફેસરને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બનાવાય તેવી માંગ કાર્યકારી કુલપતિ ડો. હેમાલી દેસાઇને કરી છે. અહીં નવયુગ ટ્રસ્ટનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ થઈ શકયો ના હતા.

ઘણી કોલેજોમાં પણ બે ફેકલ્ટી વચ્ચે 1 આચાર્ય
દક્ષિણ ગુજરાતમાં આવેલી ઓલપાડ, ભરૂચ, બિલિમોરા, અમરોલી, અખંડ આનંદ, ખોલવડ સહિતની ઘણી કોલેજોમાં બે ફેકલ્ટી વચ્ચે એક જ આચાર્ય રખાયા છે. જેથી યુનિવર્સિટી આ મામલે યોગ્ય તપાસ કરે તેવી પણ માંગ સિન્ડિકેટ સભ્યો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો