તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:પનાસમાં શનિદેવનું મંદિર તોડી પડાતાં વિવાદ, સ્થાનિકોનો પાલિકા સામે વિરોધ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્થાનિકો દ્વારા ડિમોલીશનનો વિરોધ કરાતા પાલિકાના અધિકારીઓએ લોકોને સમજાવી કામ પૂર્ણ કર્યું હતું. - Divya Bhaskar
સ્થાનિકો દ્વારા ડિમોલીશનનો વિરોધ કરાતા પાલિકાના અધિકારીઓએ લોકોને સમજાવી કામ પૂર્ણ કર્યું હતું.
  • સંખ્યાબંધ ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી ન કરતી પાલિકા મંદિર તોડવામાં શૂરી
  • પાલિકાએ ડિમોલિશન અંગે અમને પહેલાથી જાણ કરી ન હતી: સ્થાનિકો
  • 1800 ચો. ફૂટ વિસ્તારમાંથી દબાણ દૂર કરાયું

પનાસ ગામમાં ગૌરીશંકર મહાદેવના મંદિરનું ડિમોલીશન કરવા ગયેલા પાલિકાની ટીમ સામે રહીશોએ વિરોધ કરી હોબાળો મચાવ્યો હતો તેમ છતાં મંદિરનું ડિમોલીશન કરાયું હતું. ટી.પી સ્કીમ નં. 4 (ઉમરા-સાઉથ), ફાઇનલ પ્લોટ નં 130માં પાનસ ગામના સ્થાનિકોએ 12 મીટર પહોળાઇના ટી.પી રસ્તા પૈકીની જગ્યામાં ઓટલાનું બાંધકામ કરી શનિદેવ ભગવાનની મૂર્તિની સ્થાપના કરી મંદિર બનાવાનું શરૂ કર્યું હતું. જેની જાણ થતાં અઠવા ઝોનની ટીમ ડિમોલીશન કરવા પહોંચી હતી.

જો કે, સ્થાનિકોએ વિરોધ કરતા અધિકારીઓ સાથે માથાકૂટ થઇ હતી. આખરે વિરોધ કરી રહેલા લોકોને સમજાવી ડિમોલીશન કરી 1800 ચોરસ ફૂટ વિસ્તારમાંથી દબાણ દૂર કરાયું હતું. અઠવા ઝોનના કાર્યપાલક ઇજનેર મહેશ ચાવડાએ જણાવ્યું કે, મંદિર રસ્તામાં હોવાથી તોડી પડાયું હતું. સ્થાનિક રહીશ નિતિન શિરકેએ કહ્યું કે, પાલિકાએ ડિમોલીશન કામગીરી અંગે અમને કોઈ જાણ કરી ન હતી. તેમજ ડિમોલિશન કરવા આવેલી ટીમે અમારી કોઇ રજૂઆત કે વાત સાંભળી ન હતી.

અન્ય સમાચારો પણ છે...