તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોબાળો:ડેપ્યુટી કમિશનરની ખુરશી પર ભાજપના મહિલા કોર્પોરેટર બેસી જતાં વિવાદ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીનાં અડાજણના કોર્પોરેટર વૈશાલી દેસાઇએ કહ્યું, ‘હું 5 વર્ષમાં ક્યારેય અધિકારીની ખુરશી પર બેઠી નથી, આજે ભૂલથી બેસી’

અડાજણ વિસ્તારની ભાજપની મહિલા કોર્પોરેટર રાંદેર ઝોન કચેરીમાં ડેપ્યુટી કમિશનર સી.વાય. ભટ્ટની ખુરશી પર બેસી જતા ભારે વિવાદ થયો હતો. વિવાદ પછી પોતાના બચાવમાં તેમણે કહ્યું હતું કે, હું છેલ્લા પાંચ વર્ષમાં એકપણ વખત કોઇ અધિકારીની ખુરશી પર બેઠી નથી. પણ ભૂલથી આજે બેસી ગઇ હતી. વોર્ડ નં 11 અડાજણ-ગોરાટ વિસ્તારની નગર સેવિકા વૈશાલી શાહ ઝોનલ ચીફ સી.વાય.ભટ્ટની ખુરશી પર બેસી ગયા હતા. સોમવારે સાંજના સુમારે સી.વાય.ભટ્ટની ગેરહાજરીમાં વૈશાલી શાહ તેમની ઓફિસમાં જતા રહ્યા હતા.

એટલું જ નહીં ઓફિસમાં જઇ સીધા ઝોનલ ચીફ સી.વાય.ભટ્ટની ખુરશી પર જ બેસી જઇ પોતે જાણે ઝોનલ ચીફ હોઇ એમ પોતાના પ્રશ્ન સંદર્ભે સંબંધિત વિભાગના કર્મચારીઓને પણ બોલાવ્યા હતા. આ સંદર્ભે મહિલા કોર્પોરેટર વૈશાલી શાહે જણાવ્યું કે, મારાથી ભૂલથી ઝોનલ ચીફની ખુરશી પર બેસાઇ ગયું હતું. મારી બીજી ટર્મ છે. છેલ્લા પાંચ વર્ષથી એક પણ વાર ખુરશી પર બેસી નથી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગોરાટ વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં દુર્ગંધયુક્ત પાણીની ફરિયાદ હોઇ ઝોનમાં ગઇ હતી.

આ સાથે છેલ્લા એક અઠવાડિયાથી અડાજણ-રાંદેરમાં કોરોના મહામારી હોવાથી સંક્રમણ વધુ નહીં ફેલાય એ માટે જાહેર રસ્તા પર ભરાતા શાકભાજી અને ફ્રુટ બજારના દબાણો દૂર કરવા સંદર્ભે ઝોનલ ચીફને મળવા માટે ગઇ હતી અને રજૂઆત કરી હતી. આ ઘટનાનો વીડિયો ઓફિસના કોઈ કર્મચારીએ મોબાઇલમાં ઉતારી લઈ સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...