ઉધના વોર્ડ પ્રમુખની નિયુક્તિ થયા બાદ ઉધના ઝોનના કોન્ફરન્સ રૂમમાં અભિવાદન સમારંભ યોજાતા વિવાદ થયો છે, જેમાં પૂર્વ કોર્પોરેટર અને કાર્યકરો પણ હાજર રહેતા વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ કહ્યું કે, આ કચેરી કોઈ રાજકીય પક્ષના કાર્યક્રમ માટેની નથી પણ લોકોના કામો કરવાન માટેની છે. અહીં આવા કાર્યક્રમો કરી ભાજપની નેતાઓ-કાર્યકરો પોતાની મનમાની કરી રહ્યા છે. ઉધના ઝોનમાં શુક્રવારે સાંજે વોર્ડ-24 ની વોર્ડ કમિટી પ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં, વહીવટી તંત્રએ આ વોર્ડના ચાર કોર્પોરેટરોને આમંત્રણ આપ્યું હતું.
ઝોનલ ઓફિસર આર.ડી.ગોહીલની ચેમ્બર ખાતે કોર્પોરેટરો રોહીણીબેન છોટુ પાટીલ, હીનાબેન સુરેશ કણસાગરા, બલવંત પટેલ, સોમનાથ મરાઠે સાથે ઓફિશિયલ બેઠક મળી હતી, તેમાં સોમનાથ મરાઠેએ વોર્ડ પ્રમુખ માટે હીનાબેન કણસાગરાના નામની દરખાસ્ત મૂકી હતી, જેને બલવંત પટેલે ટેકો આપ્યો હતો અને વોર્ડ પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી હતી અને ભાષણબાજી પણ થઈ હતી. વિપક્ષ નેતાએ આ કાર્યક્રમ બાબતે વિરોધ કરતા કહ્યું કે, ઝોન ઓફિસ લોકોના કામો કરવા માટે હોય છે અહીં પક્ષનો કાર્યક્રમ ન થવો જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.