તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:BAPS સ્કૂલની ઓફલાઈન પરીક્ષાના મેસેજથી વિવાદ

સુરત10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અડાજણ BAPSનો દાવો પરીક્ષા ઓનલાઈન જ છે

“પાંચમી એપ્રિલથી ફાઇનલ પરીક્ષા શરૂ થશે અને તે પરીક્ષા ઓફલાઇન લેવાશે, જેથી વિદ્યાર્થીઓએ સ્કૂલે આવવાનું રહેશે’, આવો મેસેજ અડાજણ બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિરે વિદ્યાર્થીઓને કર્યો હતો. આમ, કોરોના કહેર વચ્ચે વિદ્યાર્થીઓને શાળામાં બોલાવતા વાલીઓએ વિરોધ કર્યો હતો. એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પણ દોડતા થયા હતા. વાલીઓએ ફરિયાદ કરી હતી કે, સ્કૂલથી રિમાઇન્ડર મેસેજ મળ્યો હતો અને તેમાં લખાયું છે કે પાંચમી એપ્રિલથી ફાઇનલ પરીક્ષા શરૂ થઈ રહી છે.

પહેલેથી જણાવ્યું હતું કે પરીક્ષા ઓફલાઇન યોજાનારી છે અને વિદ્યાર્થીઓએ સ્કૂલમાં આવીને પરીક્ષા આપવાની રહેશે. પરીક્ષાનો સમય સવારના સાડા નવથી સાડા બારનો છે. જોકે, મારા સહિતના વાલીઓએ વિરોધ કરતા મોડી સાંજે સ્કૂલથી મેસેજ આવ્યો હતો કે પરીક્ષા ઓફલાઇન યોજાનારી છે.

કોઈકે ખોટો મેસેજ વાઈરલ કર્યો છે
તાજેતરમાં જ અમારા મંદિરના સંતોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી મંદિર સહિતની સંસ્થાઓ બંધ છે અને પરીક્ષા પણ ઓનલાઇન યોજી છે. પરંતુ કોઈએ સોશિયલ મીડિયા પર અમારો ખોટો મેસેજ વાયરલ કરયો છે. અમે વાલીઓને જણાવીયે છીએ કે પરીક્ષા ઓનલાઇન યોજાશે. તેવું ઉત્તમ પ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો